IND vs SCO : સ્કોટલેન્ડ સામે ભારતની શાનદાર જીત, રાહુલની 18 બોલમાં ફિફ્ટી, ભારતનો 8 વિકેટે વિજય

સ્કોટલેન્ડ સામેની મેચમાં જાડેજાએ 3 વિકેટ લીધી હતી. તસવીર(AP)

ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા (Team India) તેની સૌથી મહત્વપૂર્ણ મેચ રમી રહી છે. સેમિફાઇનલ રેસ (T20 world Cup 2021) માં રહેવા માટે ટીમે આ મેચ જીતવી જરૂરી છે.

  • Share this:
    દુબઈ: T20 વર્લ્ડ કપની (T20 World Cup) 37મી મેચમાં ભારતે સ્કોટલેન્ડને (India vs Scotland) 8 વિકેટે હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ભારતની આ બીજી જીત છે. સ્કોટલેન્ડે ભારત (IND vs SCO) સામે માત્ર 86 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જે ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવીને 6.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતે આ મેચ માત્ર 39 બોલમાં જીતી લીધી, જે T20 ઈતિહાસમાં તેની બોલની દ્રષ્ટિએ સૌથી મોટી જીત છે. ઓપનર કેએલ રાહુલે (KL Rahul) 19 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 50 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. રોહિત શર્માએ (Rohit Sharma) 16 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.

    મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાની જોડીએ શાનદાર પ્રદર્શન કરીને સ્કોટલેન્ડને 17.4 ઓવરમાં 85 રનમાં આઉટ કરી દીધું હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના 33માં જન્મદિવસ પર ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ઝડપી બોલર જસપ્રિત બુમરાહે પહેલા જ સ્પેલમાં ખતરનાક બોલિંગ કરીને સ્કોટલેન્ડને સારી શરૂઆત કરવા દીધી ન હતી. બુમરાહે યુઝવેન્દ્ર ચહલ (65 વિકેટ)ને પણ પાછળ છોડીને આ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

    T20 વર્લ્ડ કપનો સુપર-12ની મેચ ભારત અને સ્કોટલેન્ડ (IND vs SCO) વચ્ચે દુબઈમાં રમાઈ રહ્યો છે. સ્કોટલેન્ડનો દાવ 17.4 ઓવરમાં 85 રનમાં સમેટાઈ ગયો હતો. સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી જ્યારે શમીએ 3 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઝડપી બોલર જસપ્રિત બુમરાહે 2 જ્યારે રવિચંદ્રન અશ્વિનને એક વિકેટ મળી હતી.

    ટોસ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે અમે લક્ષ્યનો પીછો કરવા માંગીએ છીએ. પ્લેઇંગ-11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપમાં જીતનું ખાતું ખોલ્યું હતું. તેણે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું. જો કે તે પહેલા ભારતને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા ટીમ ઈન્ડિયાને કટ્ટર હરીફ પાકિસ્તાને 10 વિકેટે પરાજય આપ્યો હતો, ત્યારબાદ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું.

    બંન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

    ભારત (Playing XI):
    કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

    સ્કોટલેન્ડ (Playing XI):
    જોર્જ મુન્સે, કાએલ કોએત્ઝર, મેથ્યૂ ક્રોસ, રિચી બેરિંગટન, કેલમ મૈક્લોયડ, માઇકલ લીક્સ, ક્રિસ ગ્રીવ્સ, માર્ક વોટ, સુફયાન શરીફ, અલાસદેર ઇવાન્સ, બ્રેડલી વ્હીલ.
    Published by:kuldipsinh barot
    First published: