વર્લ્ડ કપ 2019 આજે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગણતરીની મિનિટોમાં મેચ શરૂ થઇ જશે. આ મેચનાં એક દિવસ પહેલાં જ પાકિસ્તાની બોલર શોએબ અખ્તર અને ભારતીય બોલર હરભજન સિંઘ વચ્ચે એક યુટ્યુબ પર ખાસ ચર્ચા થઇ છે. એક સમયે બંને દેશનાં પૂર્વ ક્રિકેટર જે ક્યારેક એકબીજાનાં વિરોધી હતાં આજે બંને અલગ અલગ ટીમને સલાહ આપે છે. આ કડીમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે જેમાં હાલમાં 7 લાખ ફોલોઅર્સ છે. આ ચેનલ પર હરભજન સિંઘને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે બાદ બંનેએ ભારત પાકિસ્તાનની મેચ અંગે પોતાનાં મત જણાવ્યા હતાં.
15 જૂનનાં રોજ એટલે કે ભારત-પાકિસ્તાનની મેચનાં એક દિવસ પહેલાં આ વીડિયો બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને એક દિવસમાં જ 9 લાખથી વધુ વ્યુઝ આવી ગયા છે. અખ્તરે આ વીડિયોમાં કહે છે કે, આવું બંને તરફથી છે આપણે કેમ મીડિયાનાં હાથે રમીયે છીએ. હું બંને દેશ વચ્ચે સરળ અને સ્વસ્થ માહોલ બનાવવા ઇચ્છુ છું. આપણે એકબીજા સાથે બેંસી શકીએ.. અને ક્રિકેટનો લુત્ફ ઉઠાવી શકીએ.
શોએબે હરભજનને પુછ્યું કે જો ભારત ટોસ જીતશે તો ટીમ ઇન્ડિયા શું કરશે... તેમજ શોએબે પુછ્યું હતું કે, વિરાટ કોહલી કેવી રીતે આટલાં બધા રન બનાવી લે છે... કેવી રીતે તે આટલો સફળ કેપ્ટન છે. જેનાં જવાબમાં હરભજન કહ છે કે, કોહલી જિદ્દી છે.. કંઇક મેળવવા માટે જિદ્દી હોવું જરૂરી છે. વિરાટ કોહલી ફક્ત બેટિંગ કરીને નંબર વન નથી બન્યો. તેનાં વિલ પાવર અને જુસ્સાથી બન્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર