T20 World Cup 2021: પાકિસ્તાન વિરુદ્ધ આ 11 ખેલાડીને ઉતારી શકે છે Virat Kohli

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા ટકરાશે. (ફાઇલ તસવીર)

India Vs Pakistan: ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન 24 ઓક્ટોબરે સામસામે ટકરાશે, કોહલીની સેનામાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન

  • Share this:
    નવી દિલ્હી. ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમમાં રવિચંદ્રન અશ્વિનની (R Ashwin) 4 વર્ષ બાદ વાપસી થઈ છે. બીજી તરફ, મહેન્દ્ર સિંહ ધોનીને (MS Dhoni) ટીમનો મેન્ટર બનાવવામાં આવ્યો છે. ટી20 વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબરથી યૂએઇ-ઓમાનમાં થશે. ભારતીય ક્રિકેટ ટીમ પહેલી મેચ પાકિસ્તાનની (India vs Pakistan) વિરુદ્ધ 24 ઓક્ટોબરે રમશે. 15 સભ્યોની ભારતીય ટીમમાં 6 વિશેષજ્ઞ બેટ્સમેન, 3 ઓલરાઉન્ડર અને 3-3 સ્પિનર અને ફાસ્ટ બોલર પસંદ કરવામાં આવ્યા છે. બીજી તરફ, શ્રૈયસ અય્યર, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે.

    ICC ટૂર્નામેન્ટમાં ભારતનો દબદબો

    ભારત અને પાકિસ્તાનની (India vs Pakistan) વચ્ચે છેલ્લી ટી20 મેચ 2016 વર્લ્ડ કપમાં રમાઈ હતી. કોલકાતામાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટથી જીત નોંધાવી હતી. બંને ટીમો વર્લ્ડ કપમાં 5 વખત સામ-સામે ટકરાઈ ચૂકી છે. ભારતીય ટીમે દર વખતે જીત નોંધાવી છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે અત્યાર સુધી 8 ટી20 મેચ રમાઈ છે જેમાં ભારતે 7 મેચ જીતી છે. પાકિસ્તાને ભારતને માત્ર એક વાર હરાવ્યું છે. પાકિસ્તાનને છેલ્લી અને એકમાત્ર જીત ડિસેમ્બર 2012માં બેંગલુરુના મેદાન પર મળી હતી જ્યાં તેણે ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. વનડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે 17 મેચ રમાઈ છે જેમાં ટીમ ઈન્ડિયા 14 વખત જીત્યું છે.

    વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામેની પ્રથમ ટી20 મેચ જીતીને અગાઉનો રેકોર્ડ જાળવી રાખવા આતુર છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીઓ યુએઈમાં IPLની બાકીની મેચોમાં ભાગ લેશે. આવી સ્થિતિમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં સામેલ કરવામાં આવશે. જોકે કેટલાક ખેલાડીઓ પાકિસ્તાન સામે રમવા માટે નક્કી માનવામાં આવી રહ્યા છે. રોહિત શર્મા ઓપનિંગ કરશે એ લગભગ નક્કી છે. આ ઉપરાંત ઇશાન કિશન અને કેએલ રાહુલને ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, T20 World Cup 2021: ધોનીના Mentor બનવાથી ટીમ ઈન્ડિયાને થશે 5 ફાયદા, બનાવશે ચેમ્પિયન!

    રાહુલ ભરોસાપાત્ર બેટ્સમેન છે, તો બીજી તરફ કિશન આક્રમક શોટ રમવાનું પસંદ કરે છે. બંને ખેલાડીઓએ ગયા વર્ષે UAEમાં આયોજિત IPLમાં 500થી વધુ સ્કોર ખડક્યો હતો. જોકે આઈપીએલ 2021માં કિશન પોતાના રંગમાં દેખાયો ન હતો, જ્યારે રાહુલે 7 મેચમાં ચાર અડધી સદીની મદદથી 331 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ રાહુલ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે.
    મધ્યક્રમમાં વિરાટ, સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતનું સ્થાન નિશ્ચિત છે. આ ઉપરાંત, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે રમશે. ફાસ્ટ બોલિંગની કમાન ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહના હાથમાં રહેશે. તો બીજી તરફ, અશ્વિન અને વરુણ ચક્રવર્તી સ્પિનર તરીકે રમી શકે છે. અશ્વિને IPL 2020માં UAE માં 13 વિકેટ ઝડપી હતી જ્યારે વરુણે 17 વિકેટ લીધી હતી.

    આ પણ વાંચો, ICC T20 World Cup 2021: ટી20 વર્લ્ડ કપનો 17 ઓક્ટોબરથી થશે શુભારંભ, જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

    પાકિસ્તાન સામે સંભવિત ભારતીય ટીમ:
    રોહિત શર્મા, કેએલ રાહુલ/ઇશાન કિશન, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ.
    Published by:Mrunal Bhojak
    First published: