Home /News /sport /

U19 ક્રિકેટ WC: ફાઇનલમાં પહોંચ્યું ભારત, પાકિસ્તાનને 203 રને હરાવ્યું

U19 ક્રિકેટ WC: ફાઇનલમાં પહોંચ્યું ભારત, પાકિસ્તાનને 203 રને હરાવ્યું

શુભમન ગિલે સૌથી વધારે 102 રન બનાવ્યા હતા તો પૃથ્વી શોએ 41 રન બનાવ્યા હતા. જ્યારે મનજોત કાલરાએ 47 રન બનાવ્યા હતા.

શુભમન ગિલે સૌથી વધારે 102 રન બનાવ્યા હતા તો પૃથ્વી શોએ 41 રન બનાવ્યા હતા. જ્યારે મનજોત કાલરાએ 47 રન બનાવ્યા હતા.

    આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 203 રને પરાજય આપ્યો છે. આ સાથે જ ભારત ફાઇનમાં પહોંચી ગયું છે. ફાઇનલમાં ભારતનો મુકાબલો હવે ઓસ્ટ્રેલિયા સાથે થશે.  273 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની આખી ટીમ ફક્ત 69 રન બનાવીને જ આઉટ થઈ ગઈ હતી.

    પાકિસ્તાનના બેટ્સમેનોની શરણાગતિ

    ભારત તરફથી ઇશાન પોરલે શાનદાન બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી. રિયાન પરાગ અને શિવસિંહે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે અનુકુલ રોય અને અભિષેક શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી.

    ભારતે આપેલા લક્ષ્યને ચેઝ કરવા માટે મેદાન પર ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટોપ ઓર્ડરના ચારેય બેટ્સમેનને ઈશાન પોરલે થોડા જ રનમાં પેવેલિયન મોકલી દીધા હતા.

    ઈશાને મોહમ્મદ ઝૈદ આલમ (7), ઇમરાન શાહ (2), અલી ઝૈરબ આસિફ (1) અને અમ્માદ આલમ (4)ની વિકેટ ઝડપી હતી. રિયાન પરાગે રોહેલ નાઝિર (18) અને હસન ખાન (1)ની વિકેટ ઝડપી હતી.

    શિવા સિંહે મોહમ્મદ તાહા (4) અને શાહીન શાહની અફરીદી (0)ની વિકેટ ઝડપી હતી. અનુકુલ રોયે સાદ ખાન (15) અને અભિષેક શર્માએ અર્શદ ઇકબાલ (1)ની વિકેટ ઝડપી હતી.

    ભારતીય ટીમે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બોલિંગ કરવાન આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. શુભમન ગિલે સૌથી વધારે 102 રન બનાવ્યા હતા તો પૃથ્વી શોએ 41 રન બનાવ્યા હતા. જ્યારે મનજોત કાલરાએ 47 રન બનાવ્યા હતા.

    ભારતે ક્વાર્ટરફાઈલમાં બાંગ્લાદેશને 131 રનથી હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. ભારત અત્યાર સુધી તમામ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચ્યું છે. જ્યારે પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં જ અફકાનિસ્તાન જેવી ટીમથી
    પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં બંને મેચ જીતીને પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી.

    ક્વાર્ટરફાઈલમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને આ જ મેદાન પર ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. બંને ટીમ વચ્ચે મુકાબલા બાદ વિજેતા ટીમનો સામને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ સેમીફાઈલમાં અફઘાનિસ્તાનને છ વિકેટથી હરાવ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: India Vs Pakistan, Semifinal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन