Home /News /sport /IND VS PAK: મૌકા મૌકા! ભારત vs પાકિસ્તાનથી શરૂ થશે T-20 વર્લ્ડકપ! 10 ફેબ્રુઆરીથી શરૂ થશે મહાયુદ્ધ
IND VS PAK: મૌકા મૌકા! ભારત vs પાકિસ્તાનથી શરૂ થશે T-20 વર્લ્ડકપ! 10 ફેબ્રુઆરીથી શરૂ થશે મહાયુદ્ધ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (તસવીર: ANI)
T20 WORLDCUP: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની રાહ અનેક ચાહકો જોતાં હોય છે. જોકે ,બંને પાડોશી પરતુ રાઈવલ ટીમો માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ ભાગ લે છે. ત્યારે હવે 10 ફેબ્રુઆરીથી શરૂ થશે વધુ એક મહાયુદ્ધ
T20 WORLDCUP: ક્રિકેટ રમતગમતની સૌથી રોમાંચક સ્પર્ધા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) 2023માં યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે ટી 20 ટૂર્નામેન્ટ જીતવા માટેની ટોપ ફેવરિટ ટીમોમાં ભારત પણ છે. આફ્રિકામાં આગામી મહિલા વર્લ્ડકપ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ વર્લ્ડ ક્લાસ ટૂર્નામેન્ટની ભારતની પ્રથમ મેચ જ ક્રિકેટના સૌથી મોટા હરીફ પાકિસ્તાન સામે જ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની રાહ અનેક ચાહકો જોતાં હોય છે. જોકે ,બંને પાડોશી પરતુ રાઈવલ ટીમો માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ ભાગ લે છે. ગત વર્ષે ભારત અને પાકિસ્તાનની પુરૂષ ટીમો ICC T20 વર્લ્ડ કપમાં સામે-સામે હતી અને હવે નવા વર્ષમાં મહિલા ટીમો આ ફોર્મેટના વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહી છે.
આઈસીસી ટી20 વર્લ્ડ કપની આઠમી એડિશન દક્ષિણ આફ્રિકામાં યોજાવા જઈ રહી છે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે જ પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ફરી એકવાર ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે. 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન રમાનારી ટૂર્નામેન્ટમાં વિશ્વની કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. ભારતને ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવ્યું છે.
ભારતનું વિશ્વ કપ શેડ્યૂલ
ICC T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ પછી, 15 ફેબ્રુઆરીએ ભારતનો સામનો વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સાથે થશે. 18 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે મેચ રમશે. છેલ્લી ગ્રુપ મેચમાં 20 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયાનો મુકાબલો આયર્લેન્ડની ટીમ સામે થશે. સામે પક્ષે ટૂર્નામેન્ટના ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તમામ 10 ટીમોની ગ્રુપ મેચો પુરી થયા બાદ ગ્રુપ A અને ગ્રુપ Bની ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. પ્રથમ સેમિફાઇનલ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે જ્યારે વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચ 24 ફેબ્રુઆરીએ રમાશે. ICC ટી 20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરી રમાશે, જે બંને સેમિફાઈનલ મેચના વિજેતા વચ્ચે રમાશે.
" isDesktop="true" id="1332709" >
ભારતીય સ્કવોડ :
મહિલા T20 વર્લ્ડ કપ 2020ની ફાઇનમાં હારનો સામનો કરીને રનર અપ રહેલ હરમનપ્રીત કૌરના નેજા હેઠળની ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં વધુ સારૂં પ્રદર્શન કરીને કપ જીતવા મેદાનમાં ઉતરશે.ટીમ પાસે દીપ્તિ શર્મા, રેણુકા સિંહ અને રાધા યાદવ જેવા સ્પિન અને પેસ વિકલ્પોનું સારું મિશ્રણ છે, જ્યારે બેટિંગમાં કૌર, સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા જેવા સ્ટેન્ડઆઉટ બેટર્સ સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર