India vs Pakistan, T20 World Cup 2021: આજે કોહલી VS શાદાબ ખાન, બુમરાહ VS બાબર, આ પાંચ ટક્કર પર રહેશે સૌની નજર

તસવીર- Virat kohli/Babar Azam Instagram

IND VS PAK T20 World Cup 2021: આજની મેચના પાંચ મોટા મુકાબલા જેના પર રહેશે સૌની નજર

  • Share this:
    IND VS PAK Match : ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પાકિસ્તાનની ટીમ (T20 World Cup IND vs PAK Match) મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી યોજાશે. ભારત વિશ્વકપના રેકોર્ડ મુજબ પાકિસ્તાન સામે 5-0થી આગળ છે પરંતુ પાકિસ્તાન T-20 ફોર્મેટમાં કોઈ પણ ટીમને હરાવવા માટે સક્ષમ છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં આ મેચ જીતીને સ્કોર 6-0 કરવાની તૈયારીમાં છે ત્યારે આજની મેચમાં સૌથી મોટા પાંચ મુકાબલા પર સૌ કોઈની નજર રહેશે (India vs Pakistan, T20 World Cup 2021: 5 Mega Battles) જેમાં કોહલીનો શાદાબ ખાન સામે તો બાબર આઝમનો જસપ્રિત બુમરાહ સામે મુકાબલો થશે. આ ઉપરાંત રોહિતનો શાહિન આફ્રિદી તો જાડેજાનો હાફિઝ સાથે મુકાબલો રોમાંચક રહેશે.

    વિરાટ કોહલી vs શાદાબ ખાન : ભારતનો કેપ્ટન વિરાટ તેની બેટિંગ ટેકનિકનો માસ્ટર છે પરંતુ ઘણી વાર તે લેગ સ્પિનરોનો શિકાર બન્યો છે. શાદાબ ખાનમાં પાકિસ્તાનનો એક જાદુગર સમાન સ્પિનર છે. શું કોહલી રવિવારે શાદાબ ખાનની માયાજાળ તોડી શકે છે અને શાદાબને આશ્ચર્યચકિત કરી શકે છે? આ મુકાબલો જોવા રસપ્રદ રહેશે. સૌની નજર આ મુકાબલા પર જ રહેશે.

    જસપ્રિત બુમરાહ VS બાબર આઝમ

    સુકાની બાબર હાલમાં પાકિસ્તાન ક્રિકેટનો પોસ્ટર બોય છે. હાર હોય કે જીત કેપ્ટન એવો કે જે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તે શાનદાર ફોર્મમાં છે ખાસ કરીને ટૂંકા ફોર્મેટમાં જેમાં તેણે 2200થી વધુ રન બનાવ્યા છે. તેની વિકેટ ખેરવવા માટે ભારત જસપ્રીત બુમરાહનું હથિયાર વાપરશે. તાજેતરમાં જ બુમરાહે આઈપીએલમાં શાનદાર રમત દર્શાવી છે. આ બંને વચ્ચેનો મુકાબલો જોવામાં રોચક રહેશે.

    આ પણ વાંચો :  IND vs PAK Dream11 prediction: આ છે ભારત-પાકિસ્તાનની બેસ્ટ Dream11 ટીમ,આ ખેલાડીઓ બદલી શકે છે બાજી

    હાફિઝ VS જાડેજા

    ભારત અને પાકિસ્તાનના બે ઓલરાઉન્ડર અને મોટા અનુભવી ખેલાડીઓ મોહમ્મદ હાફિઝ અને રવિન્દ્ર જાડેજાનો મુકાબલો થશે. હાફિઝ પાસે પાંચ વર્લ્ડકપનો અનુભવ છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે પણ ટી20 વર્લ્ડકપનો મોટો અનુભવ છે. આ બંનેનો મુકાબલો જોવા રસપ્રદ રહેશે.

    રોહિત શર્મા VS શાહિન આફ્રિદી

    ભારતના ઓપનર રોહિત શર્માનો મુકાબલો વર્લ્ડના સર્વશ્રેષ્ઠ ઓપનર અને તેજ તર્રાર બૉલર વચ્ચે થશે. રોહિત પાસે લાંબા અનુભવનું ભાથું છે તો શાહિન આફ્રિદી પાસે જોશ અને ગતિ છે. આ બંનેનો મુકાબલો દર્શકોને આજની મેચમાં કઈક નવું આપી શકે છે. ભારત અને પાકિસ્તાનની મેચનો ટેમ્પો હાઇ છે ત્યારે આ બંનેમાંથી કોણ બાજી મારે છે તે જોવું રહ્યુ

    આ પણ વાંચો : IND Vs PAK: ભારત-પાકિસ્તાનની મેચમાં કેવી રહેશે દુબઈની પીચ? છેલ્લી બે IPLનો અવેરેજ સ્કોર છે 150-160

    ફખર ઝમાન VS મોહમ્મદ શમી

    આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ની ફાઈનલમાં ફખર ઝમાને રમેલી ઘાતક ઈનિંગને ભારતીય કે પાકિસ્તાની ચાહકો ભૂલી શક્યા નથી તે કહેવું સહેજ પણ અતિશયોક્તિ નથી. ફખરે ચેમ્પિયન્શ ટ્રોફીમાં ભારતની બાજી બગાડી હતી. જોકે, ત્યાર બાદ ભારતીય બોલિંગ યુનિટમાં કૂદકે ને ભૂસકે સુધારો થયો છે. આ વિભાગની કમાન છે મોહમ્મદ શામીના હાથમાં જેની રણનીતિ પાકિસ્તાનની બેટિંગને તોડવાની રહેશે. ત્યારે ઝમાન અને શમી વચ્ચે કોણ બાજી મારે છે તે જોવું રહ્યુ
    Published by:Jay Mishra
    First published: