Home /News /sport /IND VS PAK T20 World Cup Match : જાડેજાના બહેન નયનાબાએ કહ્યું, 'હજુ સુધી ભારતે પાક.ને જીતવા દીધું નથી, આ વખતે પણ જીતવા નહીં દે'

IND VS PAK T20 World Cup Match : જાડેજાના બહેન નયનાબાએ કહ્યું, 'હજુ સુધી ભારતે પાક.ને જીતવા દીધું નથી, આ વખતે પણ જીતવા નહીં દે'

નયના બા જાડેજાએ વર્લ્ડકપ જીતીની ટીમ આવે એવી શુભકામનાઓ આપી

IND VS PAK T20 World Cup Match : 'ભારતીય ખેલાડીઓ આઈપીએલ રમવા માટે દુૂબઈ ગયા હતા એટલે ત્યાંના વેધર, પીચ અને કન્ડિશનથી સંપૂર્ણ પણે વાકેફ, રવિન્દ્ર આજેની મેચમાં સારું યોગદાન આપશે તેવો વિશ્વાસ છે'

    કિંજલ કારસરીયા, જામનગર : આજે ભારત પાકિસ્તાનની T-20 વર્લ્ડ કપ મેચ રમવા જઈ રહી (IND VS PAK T20 World Cup Match ) છે ત્યારે ક્રિકેટના કાશી ગણાતા જામનગરમાં અનેરો ઉત્સાહ છે. આજની ભારતીય ક્રિકેટ ટીમમાં જામનગરનો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)  પણ રમવાનો છે. ત્યારે જામનગરીઓ માટે પણ ગૌરવ સાથે રોમાંચ છે. જામનગરમાં વસતા અને ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન એટલે કે, ક્રિકેટ બંગલામાં ક્રિકેટના પાઠ શીખી ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે ખ્યાતિ પામેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા આજે ટીમ વિરાટમાં ભારતીય ક્રિકેટ ટીમમાં રમી રહ્યો છે અને ભારત-પાકિસ્તાન નો મેચ છે ત્યારે તેના પર્ફોર્મન્સને લઇને જાડેજા રવિન્દ્ર કે જેને લોકો jaddu તરીકે ઓળખે છે. તેવા રવિન્દ્રના આજના મેચમાં પર્ફોર્મન્સને લઇને પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મેચ પહેલાં રવિન્દ્ર જાડેજાના બહેન નયના બા જાડેજાએ જણાવ્યું છે કે 'હજુ સુધી પાકિસ્તાનને ભારતે વર્લ્ડકપમાં જીતવા દીધું નથી આ વખતે પણ જીતવા નહીં દે'

    જામનગરમાં વસતા રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ આજના ભારત પાકિસ્તાનના મેચને લઇને આતુરતાપૂર્વક ખાસ News18 સાથે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લોકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. વચ્ચે ખરાબ સમય હતો. છેલ્લે જે IPL સહિતની ટુર્નામેન્ટ રમાઇ ત્યારે રવિન્દ્ર જાડેજાએ ખૂબ સારું પર્ફોર્મ કર્યું હતું. અને છેલ્લા ઘણા સમયથી IPL મેચ દુબઈમાં જ રમાઈ રહી છે. અને બધા ક્રિકેટરો ત્યાં પીચથી પણ વાકેફ છે. અને અનુભવ છે તે ભારતીય ટીમ માટે માટે ખૂબ સારી બાબત છે.

    ભારતે પાકિસ્તાનને ક્યારે જીતવા નથી દીધું

    રવિન્દ્ર અગાઉ પણ સારું પર્ફોર્મ કર્યું છે અને વર્લ્ડ કપની વાત છે ત્યારે બધાની લાગણીઓ પણ હોય છે. અને જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમવાનું છે ત્યારે ભારે એક્સાઇટમેન્ટ છે. અને હજી સુધી ભારતે પાકિસ્તાનને ક્યારે જીતવા નથી દીધું. અને આજે પણ ભારત જીતશે જ.

      આ પણ વાંચો : IND Vs PAK: ભારત-પાકિસ્તાનની મેચમાં કેવી રહેશે દુબઈની પીચ? છેલ્લી બે IPLનો અવેરેજ સ્કોર છે 150-160

    ખેલાડીઓ દુબઈની પીચથી વાકેફ સારું પ્રદર્શન કરશે

    સમગ્ર ભારતીય ટીમને શુભેચ્છા આપતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ કહ્યું હતું કે, બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં અગાઉ પણ રવિન્દ્ર સારુ પર્ફોમન્સ આપ્યું છે ત્યારે ફરી ટીમ ઇન્ડિયામાં આજની મેચમાં પણ 100 ટકા રવિન્દ્ર નો ફાળો રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરી ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે તેવી શુભેચ્છા પાઠવી છે. તમામ ખેલાડીઓ દુબઈમાં જ હતા અને ત્યાંની પીચ અને વેધરથી વાકેફ છે એટલે ભારતના ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે

    આ પણ વાંચો : India vs Pakistan, T20 World Cup 2021: આજે કોહલી VS શાદાબ ખાન, બુમરાહ VS બાબર, આ પાંચ ટક્કર પર રહેશે સૌની નજર

    જામનગરના ઈતિહાસીક ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ્યાં રવિન્દ્ર જાડેજા ક્રિકેટ રમતો તે ગ્રાઉન્ડ ના ઉભરતા ક્રિકેટરો એ પણ પ્રેક્ટિસ દરમ્યાન આજની મેચ ભારત જીતશે અને પાકિસ્તાન ટીવી ફોડશે. એવું કહી દિવાળી પહેલા જ જામનગરમાં પાકિસ્તાન સામે ભારતની જીત ના ફટાકડા ફૂટશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IND VS match, Live score, T20 WorldCup, રવિન્દ્ર જાડેજા