ND VS PAK Match : ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પાકિસ્તાનની ટીમ (T20 World Cup IND vs PAK Match) મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી યોજાશે (IND PAK Math Timming). જોકે, આ મેચનું એટલું પ્રેશર છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ખુદે કેપ્ટન બાબર (PM Imran Khan Talked to Cricket Team) આઝમ સાથે વાત કરી છે. વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા અને પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ (PCB Chief Ramiz raja) પણ પાકિસ્તાનની ટીમને કાનમાં ફૂંક મારી છે. કેપ્ટન બાબર આઝમે મેચના 24 કલાક પહેલાં જ 12 સભ્યોની પાકિસ્તાનની (Pakistan 12 men team VS India) ટીમ જાહેર કરી દીધી છે.
જોકે, આ ટીમ જાહેર થયા બાદ કેપ્ટન કોહલીએ પોતાના 'પત્તા' બંધ જ રાખ્યા છે અને બંધ બાજીમાં રમવાનું જ નક્કી કર્યુ છે. પાકિસ્તા્ન સામે કાલે બપોરે મુકાબલો થવા જઈ રહ્યો છે જેમાં ભારત 5-0થી વર્લ્ડકપનાં સ્કોરમાં આગળ છે.
પીએમ ઈમરાન ખાને આપ્યો છે જીતનો મંત્ર
ઈમરાન ખાન સાથેની મુલાકાત અંગે પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે જ માહિતી આપી હતી. બાબર આઝમે જણાવ્યું કે 'અમે દુબઈ આવ્યા તે પહેલાં વઝીર-એ-આઝમ સાથે અમારી વાત થઈ હતી. તેમણે પોતાનો અનુભવ જણાવ્યો હતો અને કહ્યું હતું કે વર્ષ 1992ના વર્લ્ડકપનો માહોલ કહેવો હતો. તેમની અને ટીમની બોડી લેંગ્વેજ કેવી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન રમીઝ રાજાએ (ramiz Raja) પણ મોટા મુકાબલા પહેલાં બાબર અને અન્ય પાકિસ્તાની ખેલાડીઓ સાથે વાત કરી હતી. પાકિસ્તાની ટીમ સાથેની મુલાકાત દરમિયાન રાજાએ ખેલાડીઓને બહારના ઘોંઘાટથી બચવા અને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. બાબર આઝમે કહ્યું ચેરમેને અમને કહ્યું, 'તમે તમારી જાતને જેટલી શાંત રાખશો જેટલી સરળ રાખશો તેટલું વધુ સારું રહેશે'.
ઉલ્લેખનીય છે કે આઈસીસીની ટુર્નામેન્ટમાં ભારતનું પાકિસ્તાન સામે પલડું ભારે જ રહે છે. હંમેશાની જેમ ભારત પાકિસ્તાન સામે દબાણમુક્ત થઈને રમે છે. વધુમાં આ વખતે ભારતની ટીમ સાથે ગુરૂ ધોની પણ છે. એમ.એસ.ધોનીના નેતૃત્ત્વમાં આ ટીમ ખૂબ સારું દેખાવ કરી ચુકી છ ત્યારે ભારતને આ ટુર્નામેન્ટમાં મેન્ટર ધોનીનો ખૂબ ફાયદો થવાની શક્યતા છે. ભારત આ ટુર્નામેન્ટમાં આઈસીસી લેવલે 5-0થી આગળ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર