T20 World Cup 2021 Live Streaming: IND vs PAK મેચનું લાઇવ પ્રસારણ ક્યાં જોશો? જાણો કેવું રહેશે દુબઈનું વેધર

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને ભારતના કેપ્ટન વિરાટ કોહલીની ફાઇલ તસવીર

India vs Pakistan T20 World Cup 2021: આજે ભારત પાકિસ્તાન સામે ખરાખરાનો જંગ જાણો દુબઈમાં કેવું રહેશે વાતાવરણ, કેટલા વાગ્યે શરૂ થશે મેચ, બૉલર કે બેટ્સમેન કોનું પલડું ભારે રહેશે

  • Share this:
    ટી 20 વર્લ્ડકપ 2021 (T20 World Cup 2021) ના સૌથી રોચક મુકાબલાની અંતિમ ઘડીઓ સામે આવી રહી છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે (India vs Pakistan T20 World Cup 2021) મેચમને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મેચ વિશે લોકોના મનમાં કઈ કેટલાય સવાલો ઉદભવી રહ્યા છે. ભારત પાકિસ્તાનની આ મેચનું લાઇવ સ્ટ્રીમીંગ (India vs Pakistan T20 World Cup 2021 Live Streaming ) સાંજે 7.30 વાગ્યાથી થશે. આ સ્ટ્રિમીંગ સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર યોજાવાનું છે. મેચ પહેલાં પીચ અને વેધર રિપોર્ટ પણ આવી ગયો છે.

    T20 World Cup IND VS PAK વેધર રિપોર્ટ  : દુબઈનું મોસમ (Dubai Weather Update): ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આજે દુબઈમાં વરસાદની કોઈ સંભાવના નથી. સાંજે મેચના સમયે દુબઈનું તાપમાન 31 સેલ્સિયસની આસપાસ રહેશે જ્યારે દક્ષિણથી પૂર્વની દિશામાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત સાંજે ભેજનું પ્રમાણ 70 ટકાની આસપાસ રહેશે. એટલે કે ક્રિકેટ માટે લાજવાબ મોસમ છે.

    T20 World Cup IND VS PAK પિચ રિપોર્ટ

    ભારતે ગ્રુપ સ્ટેજની 5 મેચો દુબઈમાં રમવાની છે. પાછલા કેટલાક વર્ષોનો રેકોર્ડ ચકાસીએ તો અહીંયા પિચનો મિજાજ ખાસ બદલાયો નથી. પાછલી બે આઈપીએલની મેચમાં અહીંયા એવરેજ સ્કોર 150-160 રહ્યો છે. અહીંયા ફાસ્ટ બૉલરને વિકેટ મળે છે. જ્યાં સુધી રેકોર્ડનો સવાલ છે ત્યાં સુધી અહીંયા ફાસ્ટ બૉલર એવરેજ 27 રન આપે છે જ્યારે સ્પિનર એક વિકેટ સાથે 32 રન આપે છે. આ સ્થિતિમાં ભારત પાકિસ્તાન 3-3 ફાસ્ટ બૉલર સાથે ઉતરી શકે છે.


    આ પણ વાંચો : IND Vs PAK: ભારત-પાકિસ્તાનની મેચમાં કેવી રહેશે દુબઈની પીચ? છેલ્લી બે IPLનો અવેરેજ સ્કોર છે 150-160


    T20 World Cup IND VS PAK મેચ કેટલા વાગ્યા શરૂ થશે?

    ટી20 વર્લ્ડકપની આ મેચ 2021ની મેચ સાંજે 7.30 વાગ્યાથી ભારતીય અનુસાર થશે.

    T20 World Cup IND VS PAK ક્યાં રમાશે?

    ટી20 વર્લ્ડકપની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

    T20 World Cup IND VS PAK મેચનું લાઇવ પ્રસારણ ક્યાં જોવા મળશે?

    T20 World Cup 2021માં IND VS PAKની મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ પર જોવા મળશે.

    T20 World Cup IND VS PAK મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે?

    T20 World Cup IND VS PAK મેચનું લાઇવ સ્ટ્રીમીંગ ડિઝની + હોટસ્ટાર પર જોઈ શકાશે. આ ઉપરાંત તમે ટીવી પર પણ જોઈ શકો છે.

    આ પણ વાંચો :  India vs Pakistan, T20 World Cup 2021: આજે કોહલી VS શાદાબ ખાન, બુમરાહ VS બાબર, આ પાંચ ટક્કર પર રહેશે સૌની નજર

    પાકિસ્તાનના પીએમ જાતે ટીમને આપી છે સલાહ

    ઈમરાન ખાન સાથેની મુલાકાત અંગે પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે જ માહિતી આપી હતી. બાબર આઝમે જણાવ્યું કે 'અમે દુબઈ આવ્યા તે પહેલાં વઝીર-એ-આઝમ સાથે અમારી વાત થઈ હતી. તેમણે પોતાનો અનુભવ જણાવ્યો હતો અને કહ્યું હતું કે વર્ષ 1992ના વર્લ્ડકપનો માહોલ કહેવો હતો. તેમની અને ટીમની બોડી લેંગ્વેજ કેવી હતી.
    Published by:Jay Mishra
    First published: