U19 World Cup: યશસ્વીની સદી, પાકિસ્તાનને કારમો પરાજય આપી ભારતનો ફાઇનલમાં પ્રવેશ

News18 Gujarati
Updated: February 4, 2020, 7:57 PM IST
U19 World Cup: યશસ્વીની સદી, પાકિસ્તાનને કારમો પરાજય આપી ભારતનો ફાઇનલમાં પ્રવેશ
ફાઇનલ મુકાબલો 9 ફેબ્રુઆરીના રોજ રમાશે, યશસ્વી જાયસ્વાલના અણનમ 105 રન

ફાઇનલ મુકાબલો 9 ફેબ્રુઆરીના રોજ રમાશે, યશસ્વી જાયસ્વાલના અણનમ 105 રન

  • Share this:
પોચેફસ્ટ્રમ : પાકિસ્તાનને હરાવી ભારતની અંડર-19 ટીમે આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બોલરોના શાનદાર પ્રદર્શન પછી યશસ્વી જાયસ્વાલ (105*)ની સદી અને દિવ્યાંશ સક્સેનાની અડધી સદી (59)ની મદદથી ભારતની અંડર-19 ટીમે સેમિ ફાઇનલમાં પાકિસ્તાન સામે 10 વિકેટે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 43.1 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 35.2 ઓવરમાં વિના વિકેટે 176 રન બનાવી લીધા હતા.

આ જીત સાથે ભારતીય ટીમે સતત ત્રીજી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલ મુકાબલો 9 ફેબ્રુઆરીના રોજ રમાશે. બીજી સેમિ ફાઇનલમાં 6 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ બંનેની વિજેતા ટીમ સામે ભારત ટકરાશે. યસસ્વીએ સિક્સર ફટકારી સદી પુરી કરી હતી અને ટીમને જીત પણ અપાવી હતી.

આ પણ વાંચો - Ind vs Pak: આ ભારતીય બોલરે સેમિ ફાઇનલમાં જીત્યા દિલ, પાકિસ્તાન પણ કરી રહ્યું છે સલામ!

ભારત તરફથી યસસ્વીએ 113 બોલમાં 8 ફોર અને 4 સિક્સરની મદદથી અણનમ 105 રન બનાવ્યા હતા. જ્યારે દિવ્યાંસ સક્સેનાએ 99 બોલમાં 6 ફોર સાથે અણનમ 59 રન બનાવ્યા હતા. બંનેએ અતૂટ 176 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી.

પાકિસ્તાન તરફથી કેપ્ટન રોહિલ નઝીરે સૌથી વધારે 62 રન બનાવ્યા હતા. તેણે 102 બોલમાં 6 ફોર ફટકારી હતી. આ સિવાય ઓપનર હૈદર અલીએ 77 બોલમાં 9 ફોરની મદદથી 56 રન બનાવ્યા હતા. મોહમ્મદ હરીસે 21 રન બનાવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનનો કોઈ બેટ્સમેન ડબલ ફિગરના આંકને વટાવી શક્યો ન હતો.

ભારત તરફથી સુશાંત મિશ્રાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. કાર્તિક ત્યાગી અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ ઝડપી હતી. અનકોલેકર અને યશસ્વી જાયસ્વાલને 1-1 વિકેટ મળી હતી.
First published: February 4, 2020, 7:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading