મહિલા ટી-20 વર્લ્ડ કપ: ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય

News18 Gujarati
Updated: November 12, 2018, 7:32 AM IST
મહિલા ટી-20 વર્લ્ડ કપ: ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય
આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ- પાકિસ્તાન - 133/7, ભારત - 137/3 (19 ઓવર), મિતાલી રાજની અડધી સદી

આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ- પાકિસ્તાન - 133/7, ભારત - 137/3 (19 ઓવર), મિતાલી રાજની અડધી સદી

  • Share this:
બોલરોના ચુસ્ત પ્રદર્શન બાદ મિતાલી રાજની અડધી સદી(56)ની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આઈસીસી વુમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ગ્રૂપ-બી ની મેચમાં પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

ભારતે સતત બીજો વિજય મેળવ્યો છે. ભારતીય ટીમ હવે 15 નવેમ્બરે આયરલેન્ડની મહિલા ટીમ સામે ટકરાશે.

મિતાલી રાજ અને મંધાનાએ પ્રથમ વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી શાનદાર શરુઆત અપાવી હતી. મંધાના 28 બોલમાં 26 રન બનાવી આઉટ થઈ હતી. રોડ્રિગ્યુસ 15 રને નીદા દારનો શિકાર બની હતી. મિતાલી રાજે અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. મિતાલી 47 બોલમાં 7 ફોર સાથે 56 રન બનાવી આઉટ થઈ હતી.

અગાઉ ભારતની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આયેશા ઝફર શૂન્ય અને ઉમૈમા 3 રને આઉટ થતા પાકિસ્તાનની શરુઆત ખરાબ રહી હતી. બિસ્માહ મારુફ (53) અને નિદા દારે (52)ચોથી વિકેટ માટે 93 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. જોકે આ પછી કોઈ ટકી ન શકતા પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા હતા.

ભારત તરફથી હેમલતા અને પૂનમ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. રેડ્ડીને 1 વિકેટ મળી હતી.
First published: November 11, 2018, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading