
Highlights
ભારત હવે 22 જૂને અફઘાનિસ્તાન સામે ટકરાશે
ભારત 4 મેચમાં 3 જીત સાથે 7 પોઇન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને
આ સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે નહીં હારવાનો સિલસિલો ભારતે જાળવી રાખ્યો છે. વન-ડેમાં વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે આ સાતમો વિજય છે
વિજય શંકર, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી
પાકિસ્તાને 40 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવ્યા. ભારતનો ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે 89 રને વિજય
પાકિસ્તાનને છઠ્ઠો ફટકો, સરફરાઝ અહમદ 12 રન બનાવી વિજય શંકરની ઓવરમાં આઉટ
પાકિસ્તાને 31.5 ઓવરમાં 150 રન પૂરા કર્યા
શોએબ મલિક પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ. હાર્દિક પંડ્યાએ બે બોલમાં ઝડપી બે વિકેટ, પાકિસ્તાને 129 રને ગુમાવી પાંચમી વિકેટ
મોહમ્મદ હાફિઝ 9 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો
પાકિસ્તાનને ત્રીજો ફટકો, ફખર ઝમાન 62 રને કુલદીપ યાદવનો શિકાર બન્યો. પાકિસ્તાને 126 રને ગુમાવી ત્રીજી વિકેટ
બાબર આઝમ 48 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો. પાકિસ્તાને 117 રને ગુમાવી બીજી વિકેટ
પાકિસ્તાને 21.4 ઓવરમાં 100 રન પૂરા કર્યા
ફખર ઝમાને 59 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી
પાકિસ્તાનને પ્રથમ ફટકો, ઇમામ ઉલ હક 7 રને વિજય શંકરનો શિકાર બન્યો
પાકિસ્તાનના ફખર ઝમાન અને ઇમામ ઉલ હક ઓપનિંગમાં ઉતર્યા
પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે 3 વિકેટ, જ્યારે હસન અલી અને વહાબ રિયાઝે 1-1 વિકેટ ઝડપી
ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 336 રન બનાવ્યા. પાકિસ્તાનને જીતવા માટે 337 રનનો પડકાર
વિરાટ કોહલીના બેટ પર બોલ લાગ્યો ન હતો. સ્નિકો મીટરમાં જોવા મળતું હતું કે બેટ પર બોલ લાગ્યો ન હતો. જોકે અવાજ આવ્યો હતો. જેથી અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો
વિરાટ કોહલી 65 બોલમાં 7 ફોર સાથે 77 રન બનાવી આમિરનો શિકાર બન્યો. ભારતે 314 રને ગુમાવી પાંચમી વિકેટ
ટીમ ઇન્ડિયાએ 45.4 ઓવરમાં 300 રન બનાવ્યા
એમએસ ધોની 2 રન બનાવી આમિરનો શિકાર બન્યો. ભારતે 298 રને ચોથી વિકેટ ગુમાવી
વિરાટ કોહલીએ વન-ડેમાં 11,000 રન પૂરા કર્યા. વિરાટે સૌથી ફાસ્ટેસ્ટ 11 હજાર રન પૂરા કરી સચિનનો રેકોર્ડ તોડ્યો
હાર્દિક પંડ્યા 19 બોલમાં 2 ફોર અને 1 સિક્સર ફટકારી 26 રને આમિરનો શિકાર બન્યો. ભારતે 285 રને ત્રીજી વિકેટ ગુમાવી
વિરાટ કોહલીએ 51 બોલમાં 3 ફોર સાથે અડધી સદી ફટકારી
રોહિત શર્મા પાકિસ્તાન સામે સતત બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
ટીમ ઇન્ડિયાએ 40.2 ઓવરમાં 250 રન પૂરા કર્યા
ટીમ ઇન્ડિયાના 39 ઓવરમાં 2 વિકેટે 238 રન. વિરાટ કોહલી 30 અને હાર્દિક પંડ્યા 4 રને રમતમાં
રોહિત શર્મા 113 બોલમાં 14 ફોર અને 3 સિક્સર સાથે 140 રન બનાવી હસન અલીનો શિકાર બન્યો. ભારતે 234 રને ગુમાવી બીજી વિકેટ
ટીમ ઇન્ડિયાએ 34.2 ઓવરમાં 200 રન પૂરા કર્યા
રોહિત શર્માએ 85 બોલમાં 9 ફોર અને 3 સિક્સર સાથે સદી ફટકારી
રોહિત શર્મા અને રાહુલ વચ્ચે 23.5 ઓવરમાં 136 રનની ભાગીદારી
ભારતને પ્રથમ ફટકો. લોકેશ રાહુલ 78 બોલમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી 57 રને વહાબનો શિકાર બન્યો
રોહિત શર્મા અને લોકેશ રાહુલે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારત તરફથી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો. બંનેએ 90 રન પાર કરતા જ સિદ્ધુ અને સચિનો રેકોર્ડ તોડ્યો છે. આ બંનેના નામે 1996ના વર્લ્ડ કપમાં 90 રનની ભાગીદારીનો રેકોર્ડ હતો
લોકેશ રાહુલે 69 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી
ટીમ ઇન્ડિયાએ 17.3 ઓવરમાં 100 રન પૂરા કર્યા
રોહિત શર્માએ સતત પાંચમી વન-ડેમાં 50 પ્લસ રન બનાવ્યા. આ પહેલા રોહિતે 57, 122*, 56 અને 95 રનની ઇનિંગ્સ રમી હતી
રોહિત શર્માએ 34 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી
ટીમ ઇન્ડિયાએ 10 ઓવરમાં 50 રન પૂરા કર્યા
રોહિત શર્માને જીવનદાન. રન આઉટ થવાથી બચી ગયો
મોહમ્મદ આમિરની પ્રથમ ઓવર મેઈડન. લોકેશ રાહુલે એકપણ રન ન બનાવ્યો
રોહિત શર્મા અને લોકેશ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા
ભારતની ટીમમાં એક ફેરફાર થયો છે. શિખર ધવનના સ્થાને વિજય શંકરનો સમાવેશ કરાયો છે. જ્યારે પાકિસ્તાનની ટીમમાં આસિફ અલી અને શાહીન આફ્રિદીના સ્થાને ઇમાદ વસીમ અને શાદાબ ખાનનો સમાવેશ કરાયો છે
પાકિસ્તાની ટીમ - ઇમામ ઉલ હક, ફખર ઝમાન, બાબર આઝમ, મોહમ્મદ હાફિઝ, સરફરાઝ અહમદ, શોએબ મલિક, ઈમાદ વસીમ, શાદાબ ખાન, વહાબ રિયાઝ, હસન અલી, મોહમ્મદ આમિર
ભારતીય ટીમ - રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ મેચ ખતમ થયા પહેલા ભારતને જીતના અભિનંદન આપ્યા
Congratulations to @BCCI on a well deserved win today. The standard of cricket being played has been exceptionally high & credit goes to IPL for not only helping identify & harness talent, but also in equipping younger players with pressure handling techniques #CWC19 #PAKVIND https://t.co/MfiwQxwjrK
— Shahid Afridi (@SAfridiOfficial) June 16, 2019
આ સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે નહીં હારવાનો સિલસિલો ભારતે જાળવી રાખ્યો છે. વન-ડેમાં વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે આ સાતમો વિજય છે. આ જીત સાથે ભારત 4 મેચમાં 3 જીત સાથે 7 પોઇન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ પાકિસ્તાનના 5 મેચમાં 3 પોઇન્ટ છે. ભારત હવે 22 જૂને અફઘાનિસ્તાન સામે ટકરાશે. જ્યારે પાકિસ્તાન હવે 23 જૂને દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
બંને ટીમો
ભારતીય ટીમ - રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાની ટીમ - ઇમામ ઉલ હક, ફખર ઝમાન, બાબર આઝમ, મોહમ્મદ હાફિઝ, સરફરાઝ અહમદ, શોએબ મલિક, ઈમાદ વસીમ, શાદાબ ખાન, વહાબ રિયાઝ, હસન અલી, મોહમ્મદ આમિર.