Home /News /sport /IND vs NZ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેમ્પિયન દીકરીઓનું સચિનના હાથે સન્માન અને 5 કરોડ રૂપિયાનું ઈનામ

IND vs NZ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેમ્પિયન દીકરીઓનું સચિનના હાથે સન્માન અને 5 કરોડ રૂપિયાનું ઈનામ

ind vs nz

IND VS NZ: જય શાહે ટ્વિટર પર લખ્યું હતુ કે, હું ખૂબ જ આનંદ સાથે જણાવવા માંગુ છું કે ભારત રત્ન સચિન તેંડુલકર અને BCCI પદાધિકારીઓ 1લી ફેબ્રુઆરીના રોજ સાંજે 6:30 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિજયી ભારત U19 ટીમનું અભિવાદન કરશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
‘હમારી છોરીયા છોરો સે કમ હૈ કે’ – મૂવીનો આ ડાયલોક જાણે સાચો જ હોય તેમ ભારતની અન્ડર-19 મહિલા ટીમે પણ સાબિત કરી બતાવ્યું છે કે જો દિલ અને દિમાગમાં ધગસ, ઈચ્છા અને ખંત હોય તો ગમે તે મુકામ હાંસલ કરી શકાય છે. મહિલા ટીમે પ્રથમ વખત આયોજિય U-19 વર્લ્ડકપમાં જીતનો પરચમ લહેરાવીને દેશનું નામ રોશન કરતા હવે ક્રિકેટ બોર્ડે પણ વૈશ્વિક ફલક પર ટીમનું બહુમાન કરવાનો નિર્ણય કર્યો હતો અને આજે અમદાવાદ ખાતે નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

BCCI સેક્રેટરી જય શાહે બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતની વિજેતા મહિલા U19 ટીમને મહાન ક્રિકેટ સચિન તેંડુલકર અને BCCI પદાધિકારીઓ દ્વારા સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. અને સચિનના હાથે એક ભવ્ય સેરેમનીમાં આ પ્રકારે સન્માન થયું હતું.  શેફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે પ્રથમ વખત આયોજિત ICC મહિલા U19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી કપ જીત્યો હતો. કોઈપણ ફોર્મેટમાં મહિલા ક્રિકેટમાં આ ભારતનું પ્રથમ ICC ગ્લોબલ ટાઈટલ હતું.



જય શાહે ટ્વિટર પર લખ્યું હતુ કે, હું ખૂબ જ આનંદ સાથે જણાવવા માંગુ છું કે ભારત રત્ન સચિન તેંડુલકર અને BCCI પદાધિકારીઓ 1લી ફેબ્રુઆરીના રોજ સાંજે 6:30 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિજયી ભારત U19 ટીમનું અભિવાદન કરશે. યુવા ક્રિકેટરોએ ભારતને ગૌરવ અપાવ્યું છે અને હવે અમને આ સત્કારનો મોકો મળશે. આવો સાથે મળી તેમની સિદ્ધિઓનું સન્માન કરીએ.

BCCI એ વિજયી ભારતની U-19 ટીમ અને સપોર્ટ સ્ટાફ સભ્યો માટે રૂ. 5 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.

ભારતનો ચોતરફ ડંકો :

ભારતની ઓપનર શ્વેતા સેહરાવત (Shweta Sehrawat)એ ત્રણ અડધી સદીની મદદથી 297 રન બનાવી ટૂર્નામેન્ટની ટોચની રન-સ્કોરર તરીકે બહુમાન મેળવ્યું. આ સિવાય પાર્શવી ચોપરા (Parshavi Chopra) ભારતની સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી, જેણે 6 મેચમાં 11 વિકેટ ઝડપી હતી.

ભારતના 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓલરાઉન્ડર અને હાલના BCCI પ્રમુખ રોજર બિન્નીએ દક્ષિણ આફ્રિકામાં ટૂર્નામેન્ટમાં તેમની 'નિડર ક્રિકેટ' માટે U19 છોકરીઓની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

તેમણે ઉમેર્યું હતુ કે, હું ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં ભારતની અંડર-19 મહિલા ટીમને ટાઇટલ જીતવા બદલ અભિનંદન આપવાનો આ અવસર લઉં છું. ટીમે નિર્ભય અભિગમ સાથે રમી અને પ્રતિષ્ઠિત ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો છે. ટૂર્નામેન્ટ અને અમારી ટીમની સિદ્ધિએ દેશમાં આવનારા ક્રિકેટરોને પ્રેરણા આપવા માટે એક ઉચ્ચ માપદંડ સ્થાપિત કર્યો છે.

આ પણ વાંચો: IND VS NZ : અમદાવાદ સાથે છે સૂર્યકુમાર યાદવનું ખાસ કનેક્શન! જૂની યાદો તાજી કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના કર્યા વખાણ

જય શાહે કહ્યું હતું કે, ‘ભારતની અંડર-19 મહિલા ટીમે ICC Under-19 Women's T20 World Cupમાં શાનદાર સફળતાથી સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. શેફાલી વર્માની આગેવાની હેઠળની ટીમે પડકારોને પહોંચી વળવા માટે જબરદસ્ત સ્કિલ અને દૃઢતા દર્શાવી હતી અને અંતે સફળતા સાથે ગૌરવ હાંસલ કર્યું છે. બીસીસીઆઈએ હંમેશા વય-ગ્રુપ ક્રિકેટની કદર કરી છે અને આ ટ્રોફીની જીત નિશાની છે કે ભારતમાં મહિલા ક્રિકેટ સમૃદ્ધ થઈ રહ્યું છે. આ સફળતા દેશમાં ક્રિકેટની આંતરિક ઉંડી પ્રતિભાને પણ ઉજાગર કરે છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ, વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) મહિલા ક્રિકેટમાં વધુ રસ જગાવશે.’ .
First published:

Tags: IND vs NZ, India vs new zealand, Indian Women Cricket Team

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો