Home /News /sport /IND VS NZ: ભારતીય બોલરોએ કીવીઝને ઘૂંટણીયે પાડી દીધા! માત્ર 108ના સ્કોર પર ન્યૂઝીલેન્ડ ઓલઆઉટ

IND VS NZ: ભારતીય બોલરોએ કીવીઝને ઘૂંટણીયે પાડી દીધા! માત્ર 108ના સ્કોર પર ન્યૂઝીલેન્ડ ઓલઆઉટ

hardik pandya

IND VS NZ: ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ પ્રદર્શનથી ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા હતા. બધા જ બોલરોએ જોરદાર બોલિંગ કરી હતી. પણ સૌથી વધારે કોણ ચમક્યુ જુઓ

    INDIA VS NEWZEALAND: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે શ્રેણીની બીજી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમની નજર નવા વર્ષમાં સતત બીજી વનડે શ્રેણી જીતવા પર છે. પ્રથમ વનડે માં ભારે રસાકસી બાદ ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 3 મેચની શ્રેણીની બીજી વનડેમાં રાયપુરમાં આમને-સામને ટકરાઇ છે. આ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાય છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય ટીમે 12 રને જીત મેળવી હતી.

    ભારતનો લક્ષ્યાંક આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાનો રહેશે. આ સાથે જ કિવી ટીમની નજર પલટવાર પર રહેશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 34 વર્ષથી ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં પ્રથમ વનડે શ્રેણી જીતવાની રાહ જોઈ રહી છે. ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

    આ પણ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરનું લફરુ! ગર્લફ્રેન્ડે લાફાવાળી કરી, અર્ધનગ્ન હાલતમાં VIDEO લીક

    ભારતીય બોલરોએ શરૂઆતથી જ સરસ બોલિંગ કરી હતી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ બ્રેક અપાવ્યો હતો અને ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ ખેરવી દીધી હતી. શમીએ ત્યાર પછી શાનદાર બોલિંગ શરૂ રાખી હતી અને ભારત તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. શમીએ એક મેડન ઓવર ફેંકી હતી.



    તો બીજી તરફ ગુજરાતી બોલર હાર્દિક પંડ્યાએ પણ પ્રભાવિત કર્યા હતા અને તેણે પણ છ ઓવરમાં બે વિકેટ ખેરવી હતી અને 3 મેડન ઓવર નાખી હતી. તો ઘણા સમયથી ફોર્મમાં રમી રહેલ બોલર મોહમ્મદ શમી સૌથી સસ્તો બોલર સાબિત થયો હતો. સિરાજે પોતાની 6 ઓવરમાં 1.7ની ઈકનોમીથી માત્ર 10 જ રન આપ્યા હતા. આ દરમિયાન તેણે એક મેડન ઓવર નાખી હતી અને એક વિકેટ પણ ઝડપી હતી.



    ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ પ્રદર્શનથી ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા હતા. બધા જ બોલરોએ જોરદાર બોલિંગ કરી હતી. ખાસ તો  ફાસ્ટ બોલરોએ રાયપુરની પિચનો ઘણો ફાયદો ઉઠાવ્યો હતો. આ સાથે કિવિ ટિમ માત્ર 108 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.


    Bowlerમોહમ્મદ    શમીમોહમ્મદ સિરાઝશાર્દૂલ ઠાકુરહાર્દિક પંડ્યાકુલદીપ યાદવવોશિંગ્ટન સુંદર
    O66667.33
    M111301
    R18102616297
    W311212
    NB000000
    WD301100
    ECO31.74.32.73.92.3
    Published by:Mayur Solanki
    First published:

    Tags: 2nd ODI, IND vs NZ, India vs new zealand, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन