Rohit Shubman Century : રોહિત શર્માના નેતૃત્વ હેઠળ, ટીમ ઈન્ડિયા સતત બીજી ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા જઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે આજે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની બેટિંગ જોતાં તો લાગી રહ્યું છે કે આ નિર્ણય જ તેઓને ભારે પડી રહ્યો છે. કારણ કે ભારત તરફથી બંને ઓપનર્સે શાનદાર સદી ફટકારી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલ આજે પણ તેઓના આગવા ટચમાં દેખાયા હતા. બંનેએ ન્યુઝીલેંડ સામેની સૌથી મોટી ભારતીય બેટર્સ તરફથી પાર્ટનરશીપ નોંધાવતાં સદીઓ ફટકારી હતી અને 200 થી મોટો ઓપનિંગ પાર્ટનરશીપનો સ્કોર ખડકી દીધો હતો.
બંને ભારતીય ટીમ પહેલાથી જ બંને મેચ જીતી ચૂકી છે અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા ભારતે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 3-0થી મોટી જીત મેળવી હતી. વર્તમાન વનડે સિરીઝની વાત કરીએ તો શુભમન ગિલે પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારી હતી. આવું કરનાર તે સૌથી યુવા ક્રિકેટર બન્યો. બીજી તરફ રાયપુરમાં રમાયેલી બીજી મેચની વાત કરીએ તો મોહમ્મદ શમીની બોલિંગ આગેવાની હેઠળની ટીમે કીવી ટીમને મોટો સ્કોર કરવા દીધો નહોતો.
CENTURY number 4️⃣ in ODI cricket for @ShubmanGill!
The #TeamIndia opener is in supreme form with the bat 👌👌
ભારતની પ્રથમ વિકેટ 212 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન રોહિત શર્મા સદી ફટકાર્યા બાદ આઉટ થઈ ગયો હતો. તેણે ટીમનો ભાગ્યે જ મળે એવી જોરદાર શરૂઆત આપી હતી અને કેપ્ટન ઇનિંગ રમી હતી. રોહિતે 85 બોલમાં 101 રન બનાવ્યા હતા. તે માઈકલ બ્રેસવેલ દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. બ્રેસવેલ ઓફસ્પિનર છે અને તેને કીવીઝ કેપ્ટન લથમ દ્વારા રોહિતને રોકવા માટે જ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી નવ ચોગ્ગા અને છ છગ્ગા જોવા મળ્યા હતા. 28 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 230 રન હતો.
" isDesktop="true" id="1325917" >
ભારતની બીજી વિકેટ 230 રનના સ્કોર પર પડી હતી. શાનદાર ટચમાં જણાતો શુભમન ગિલ 78 બોલમાં 112 રન બનાવીને આઉટ થયો હતો. બ્લેર ટિકનરે તેને ડેવોન કોનવે દ્વારા કેચ કરાવવામાં આવ્યો હતો. ગિલે પણ પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. બે વિકેટ પછી ભારતનો સ્કોર 29 ઓવર પછી 231 રન રહ્યો હતો.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર