Home /News /sport /T-20 વર્લ્ડકપમાં પરાજય બાદ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં કોચ રાહુલ દ્રવિડની જગ્યાએ જશે આ પૂર્વ ખેલાડી

T-20 વર્લ્ડકપમાં પરાજય બાદ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં કોચ રાહુલ દ્રવિડની જગ્યાએ જશે આ પૂર્વ ખેલાડી

રાહુલ દ્રવિડને આરામ

INDIA vs NEW ZEALAND: T20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે કારમો પરાજય મળ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસે જવાની છે જ્યાં કેપ્ટન સહિત કોચ પણ બદલાય તેવી શક્યતા છે.

    India vs New Zealand Series: ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીયની યાત્રા હવે અહીં જ પૂરી થઈ ગઈ છે. જોકે, હવે મોટાભાગના ખેલાડીઓ ભારત પરત ફરશે નહીં. ટીમ અહીંથી સીધા જ ન્યૂઝીલેન્ડ જશે.

    ન્યૂઝીલેન્ડનો પ્રવાસ

    ભારતીય ટીમને હવે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમવાની છે. આ પ્રવાસ પર હાર્દિક પંડ્યાને ટી20 સીરીઝમાં કેપ્ટનશિપ આપવામાં આવી છે. જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત કેટલાક સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, કોચ રાહુલ દ્રવિડને પણ આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને લક્ષ્મણને કોચ બનાવવામાં આવી શકે છે.

    લક્ષ્મણ સંભાળશે કોચિંગની જવાબદારી

    દ્રવિડની જગ્યાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમના કોચિંગની જવાબદારી વીવીએસ લક્ષ્મણ પર જોવા મળશે. આ પ્રવાસ બાદ દ્રવિડ ફરી ચાર્જ સંભાળશે. દ્રવિડ ઉપરાંત બાકીના સ્ટાફને પણ આરામ આપવામાં આવ્યો છે. આ પ્રવાસમાં વનડે ટીમનો કેપ્ટન શિખર ધવન રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ પ્રવાસ માટે ભારતની વન ડે અને ટી-20 ટીમની જાહેરાત કરી દીધી છે

    ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં આ સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો

    વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી જેવા મોટા ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમનો ભાગ નથી. એટલે કે આ તમામ ખેલાડીઓ હવે ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ પોતાના ઘરે પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર બાદ ભારત ડિસેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ ખેડવાની છે.

    ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન, વિકેટ કીપર), શુભમન ગિલ, ઇશાન કિશન, દીપક હૂડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક

    આ પણ વાંચો: T20 WORLDCUP: આજે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો, વર્ષો પછી ફરી બની રહ્યો છે સંયોગ

    વન-ડે શ્રેણી માટે ભારતની ટીમ: શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન, વિકેટ કીપર), શુભમન ગિલ, દીપક હૂડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક



    ભારત અને ન્યુઝીલેન્ડનો કાર્યક્રમ •

    18 નવેમ્બર, શુક્રવાર : પ્રથમ ટી-20 વેલિંગ્ટન

    20 નવેમ્બર, રવિવાર : બીજી ટી-20, માઉન્ટ માઉન્ગનુઈ

    22 નવેમ્બર, મંગળવાર : ત્રીજી ટી-20, ઓકલેન્ડ

    25 નવેમ્બર, શુક્રવાર: પ્રથમ વન-ડે, ઓકલેન્ડ

    27 નવેમ્બર, રવિવાર : બીજી વન-ડે, હેમિલ્ટન

    30 નવેમ્બર, બુધવાર : ત્રીજી વન-ડે, ક્રાઇસ્ટચર્ચ
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IND vs NZ, India vs new zealand, Indian cricket news, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन