Union
Budget 2023

Highlights

Home /News /sport /IND VS NZ: શ્વાસ થંભાવી દે એવી રસાકસી બાદ ટીમ ઈન્ડિયાનો વિજય, ન્યૂઝીલેન્ડનાં સાતમા ક્રમનાં બેટ્સમેને ધોઈ નાખ્યા

IND VS NZ: શ્વાસ થંભાવી દે એવી રસાકસી બાદ ટીમ ઈન્ડિયાનો વિજય, ન્યૂઝીલેન્ડનાં સાતમા ક્રમનાં બેટ્સમેને ધોઈ નાખ્યા

rohit sharma virat kohli

IND VS NZ: સાતમા ક્રમે આવેલ મિશેલ બ્રેસવેલની શાનદાર સદી છતાં ભારત સામે પ્રથમ વન-ડેમાં ન્યૂઝીલેન્ડનો પરાજય થયો હતો. ભારે રસાકસી વાળી મેચમાં ભારત 12 રને જીત્યું હતું.

    INDIA WINS FIRST ODI: અગાઉ શ્રીલંકાને કચડી નાખ્યા પછી, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ હવે 3 મેચની ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ (IND vs NZ 1st ODI) નો સામનો કરી રહી છે. કીવીઝ સામે પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 8 વિકેટે 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. શુભમન ગિલે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. 19 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. શુભમને છગ્ગા સાથે તેની બેવડી સદી પૂરી કરી.

    ભારે રસાકસી બાદ 12 રને વિજય 

    હૈદરાબાદમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 12 રને હરાવીને પ્રથમ ODI જીતી લીધી છે. છેલ્લી ઓવર્સમાં ભારે રસાકસી થઈ હતી. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ નિર્ધારિત ઓવરોમાં આઠ વિકેટના નુકસાને 349 રન બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 49.2 ઓવરમાં 337 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આખરે ભારતીય ટીમે પ્રથમ વનડેમાં 12 રને રોમાંચક વિજય મેળવ્યો હતો.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IND vs NZ, India vs new zealand, Shubman Gill

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन