INDIA WON SECOND ODI: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે શ્રેણીની બીજી મેચમાં ભારતનો આઠ વિકેટે શાનદાર વિજય થયો છે. ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમની નજર નવા વર્ષમાં સતત બીજી વનડે શ્રેણી જીતવા પર હતી. અને ભારતે આ કામ કરી બતાવ્યુ છે. ભારતે 3 મેચની શ્રેણીમાં સતત બીજી મેચ જીતવા સાથે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી જીતી લીધી છે. આ સાથે ભારતે ઘર આંગણે સતત સાતમી શ્રેણી જીતી છે. ભારતનો વિજયરથ હવે વર્લ્ડકપ તરફ આગળ વધી રહ્યો છે.
અગાઉ ભારતે બાંગલાદેશણે 2022ની છેલ્લી શ્રેણીમાં સજ્જડ પરાજય આપ્યો હતો. ત્યાર પછી ભારતે 2023ની પ્રથમ શ્રેણીમાં શ્રીલંકાણે પરાજય આપ્યો હતો. શ્રીલંકા સામે વન-ડે અને ટી-20 બંને શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ઉપરાંત ઘરઆંગણે આ ભારતનો સતત સાતમો શ્રેણી વિજય છે.
ભારતીય બોલરોએ શરૂઆતથી જ સરસ બોલિંગ કરી હતી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ બ્રેક અપાવ્યો હતો અને ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ ખેરવી દીધી હતી. શમીએ ત્યાર પછી શાનદાર બોલિંગ શરૂ રાખી હતી અને ભારત તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. શમીએ એક મેડન ઓવર ફેંકી હતી.
તો બીજી તરફ ગુજરાતી બોલર હાર્દિક પંડ્યાએ પણ પ્રભાવિત કર્યા હતા અને તેણે પણ છ ઓવરમાં બે વિકેટ ખેરવી હતી અને 3 મેડન ઓવર નાખી હતી. તો ઘણા સમયથી ફોર્મમાં રમી રહેલ બોલર મોહમ્મદ શમી સૌથી સસ્તો બોલર સાબિત થયો હતો. સિરાજે પોતાની 6 ઓવરમાં 1.7ની ઈકનોમીથી માત્ર 10 જ રન આપ્યા હતા. આ દરમિયાન તેણે એક મેડન ઓવર નાખી હતી અને એક વિકેટ પણ ઝડપી હતી.
ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ પ્રદર્શનથી ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા હતા. બધા જ બોલરોએ જોરદાર બોલિંગ કરી હતી. ખાસ તો ફાસ્ટ બોલરોએ રાયપુરની પિચનો ઘણો ફાયદો ઉઠાવ્યો હતો. આ સાથે કિવિ ટિમ માત્ર 108 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
બેટિંગમાં ઉતરેલા ઓપનર્સ એક સમયે ટીમને 10 વિકેટથી જિતાડવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ શાનદાર અર્ધી સદી ફટકારી હતી. સામે છેડે શાનદાર ટચમાં રહેલા ખેલાડી શુભમન ગિલે પણ 53 બોલમાં 40 રન ફટકાર્યા હતા અને તેણે કહ્યું હતું કે રાયપુરમાં નોટઆઉટ રહેવાનો તેણને આનંદ છે. જો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે ચાલ્યો નહોતો અને વિકેટ ગુમાવી બેઠો હતો.
અગાઉ હૈદરાબાદમાં પ્રથમ વનડે માં ભારે રસાકસી બાદ ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 3 મેચની શ્રેણીની બીજી વનડેમાં રાયપુરમાં આમને-સામને ટકરાઇ છે. આ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાય છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય ટીમે 12 રને જીત મેળવી હતી.
" isDesktop="true" id="1324491" >
ભારતનો લક્ષ્યાંક આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાનો રહેશે. આ સાથે જ કિવી ટીમની નજર પલટવાર પર રહેશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 34 વર્ષથી ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં પ્રથમ વનડે શ્રેણી જીતવાની રાહ જોઈ રહી છે. ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર