Home /News /sport /

Ind vs NZ, WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બન્યું ન્યૂઝીલેન્ડ, ભારતનો થયો પરાજય

Ind vs NZ, WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બન્યું ન્યૂઝીલેન્ડ, ભારતનો થયો પરાજય

  નવી દિલ્હી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(world test championship)ની ફાઇનલના અંતિમ દિવસે  ન્યૂઝિલેન્ડ ચેમ્પિયન બની ગયું છે. ભારતીય ટીમે બીજી ઈનિેગમાં ન્યૂઝિલેન્ડને 139 રનનો ટાર્ગેટ કર્યો હતો. પરંતુ માત્ર 2 વિકેટ ગુમાવીને 139 રન કરીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઈનલ મેચમાં શાનદાર જીત મેળવી છે. ભારતીય ટીમની નબળી બેટિંગને કારણે ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે.

  ન્યૂઝીલેન્ડની ટીમે બીજી ઈનિંગમાં જોરદાર શરૂઆત કરી હતી. રવિચંદ્રન અશ્વિને ટોમ લેથમની વિકેટ ઝડપીને ભારતમાં ગેમમાં પકડ બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. 33 રન પર કીવી ટીમે પહેલી વિકેટ ગુમાવી. રિવચંદ્રન અશ્વિને 2 વિકેટ લીધી, 44 રન પર કીવી ટીમે ટોમ લેથમની વિકેટ ગુમાવી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ અશ્વિનને નામ 71 વિકેટ લીધી.


  ઓફ સ્પિનર ​​આર અશ્વિન(Ravichandran Ashwin) છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનો મેચ વિજેતા બોલર છે. ખાસ કરીને વર્લ્ડ ટેસ્ટ સિરીઝ (WTC Final)માં તેનું પ્રદર્શન આશ્ચર્યજનક રહ્યું છે. તે અશ્વિનની બોલિંગ છે જેણે ભારતને ફાઈનલમાં પહોંચાડ્યું હતું અને હવે ટાઇટલ મેચમાં તે આ ટૂર્નામેન્ટનો નંબર 1 બોલર પણ બની ગયો છે.

  લાઈવ સ્કોર જોવા માટે ક્લિક કરો...

  LIve Update

  • અશ્વિનની બોલ પર કોનવે એલબીડબ્લયુ આઉટ થયો હતો તેણે 19 રન કર્યા હતા.

  • 139 રનનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી છે અશ્નિને લેથમને સ્ટંમ્પ આઉટ કર્યો હતો.

  • ભારતની બીજી ઈનિંગ 170 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે 139 રરનો ટાર્ગેટ આપ્યો છે.

  • ત્યારે થોડી ઓવર બાદ 41 રન કરીને પંત પણ આઉટ થયો અને ત્યાર બાદ થોડી જ ઓવરોમાં અશ્વિન, શામી અને બુમરાહ પણ આઉટ થયા હતા.

  • 62મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા 16 રન કરીને વેગ્નરનો શિકાર બન્યો હતો.

  • રીઝર્વે-ડે રમતમાં લંચ સુધીમાં ભારતનો સ્કોર 130/5, પંત અને જાડેજા ક્રિઝ પર

  • પૂજારાના આઉટ થયા બાદ અજિક્ય રહાણે અને પંત રમી રહ્યા હતા ત્યારે રહાણે 15 રન કરીને બોલ્ટનો શિકાર બન્યો હતો. 113 રનમાં ભારતની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.

  • વિરાટ કોહલીની વિકેટ પડ્યા પછી રહાણે અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર હતા. ત્યારે જેમિસનના બોલ પર પૂજારા આઉટ થયો હતો. તેને માત્ર 15 રન કરવામાં સફળતા મળી હતી.

  • વિરાટ કોહલી 13 રન કરી જેમિસનનો શિકાર બન્યો, હવે ક્રિઝ પર રહાણે અને પૂજારા સ્કોર બોર્ડ ચલાવી રહ્યા છે.

  • રીઝર્વ-ડેની રમત શરૂ થઈ ગઈ છે અને વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા ક્રિઝપર છે ભારતે બીજી ઈનિંગમાં બે વિકેટ ગુમાવી દીધી છે.


  ચેતેશ્વર પૂજારા 12 અને વિરાટ કોહલી આઠ રન બનાવીને રમતમાં છે. ટિમ સાઉથીએ બંને ઓપનરને પવેલિયન મોકલ્યા હતા. અંતિમ દિવસે બંને ટીમો જીતનો પ્રયાસ કરશે. ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગ 249 રનમાં આઉટ થઈ ગઈ જેમાં કેપ્ટન કેન વિલિયમ્સને 117 બોલમાં 49 રનની પ્રતિબંધિત ઇનિંગ રમી હતી ભારત તરફથી મોહમ્મદ શમીએ ચાર, ઇશાંત શર્માએ ત્રણ, રવિચંદ્રન અશ્વિને બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી.  પાંચમા દિવસના અંત પછી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે, "ટીમ ઈન્ડિયા 'સેફ્ટી ફર્સ્ટ' અભિગમ અપનાવશે. વરસાદને કારણે અમારે ઘણો સમય ગુમાવ્યો છે. તેથી કુલ અંગે કોઈ ચર્ચા થઈ નથી. અમે હમણાં જ અમારી શરૂઆત કરી છે બીજી ઇનિંગ્સની અને અમારે બોર્ડ પર રન બનાવવાની જરૂર છે.

  શમીએ વધુમાં કહ્યું કે, અમારે વધુમાં વધુ રન બનાવવાનું છે અને પછી જુઓ કે કેટલો સમય બાકી છે, અમે તે મુજબ નિર્ણય કરીશું. ઇંગ્લેન્ડની સ્થિતિ હોવાથી, કંઇ પણ થઈ શકે છે, પરંતુ આપણે મનમાં એવું વિચારી શકતા નથી કે, આપણે તેને આટલી ઓવરમાં આઉટ કરીશું. તમારે 10 વિકેટ લેવા અને કેટલીક નક્કર યોજનાઓ બનાવવા માટે સમયની જરૂર છે. પરંતુ પહેલા અમને પૂરતા બેક-અપ રનની જરૂર છે."
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: India vs new zealand

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन