WTC Final, India vs New Zealand : પાંચમાં દિવસની રમત પૂર્ણ, ભારત પાસે 32 રનની લીડ

  • Share this:
    નવી દિલ્લી: 5માં દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતે પહેલી ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે મેચમાં પકડ બનાવી રાખી હતી, ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 4 વિકેટ તથા ઈશાંત શર્માએ 3 વિકેટ ઝડપી છે. કીવી ટીમના કેપ્ટન વિલિયમ્સન 49 રનમાં આઉટ. ભારતીય ટીમ પર 32 રનની લીડ છે.

    સાઉથમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ(india vs new zealand) વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (world test championship) ના ચોથા દિવસે વરસાદને કારણે કોઈ બોલ ફેંકી શકાતો ન હતો. પહેલા દિવસની જેમ ચોથા દિવસની રમત પણ વરસાદથી સંપૂર્ણપણે ધોવાઇ ગઇ હતી. પાંચમા દિવસે પણ ખરાબ હવામાનની સંભાવના છે. સવાર અને બપોરે વરસાદની આગાહી છે. સાંજે વરસાદ અટકે તો પણ આકાશમાં ઘેરા વાદળો છવાશે.

    લાઈવ સ્કોર જોવા માટે ક્લિક કરો...

    Live Update

    • પાંચમાં દિવસની રમત પૂ્ર્ણ થતા ભારતનો સ્કોર 64/2 છે. અને પૂજારા અને રોહિત શર્મા રમતમાં છે.

    • સારી બેટીંગ કરી રહેલા રોહિત શર્મા માત્ર 30 રન કરીને આઉટ થયો. હવે પૂજારા અને કોહલી ક્રીઝ પર છે,

    • ભારતની પ્રથમ વિકેટ શુભમન ગીલના રૂપમાં થઇ છે ગીલ માત્ર આઠ રન કરીને ટીમ સાઉથીનો શિકાર બન્યો હતો.

    • ન્યૂઝીલેન્ડ ઓલ આઉટ થયા બાદ ભારતીય ટીમના રોહિત શર્મા અને શુભમન ગીલ ક્રીઝ પર છે,

    • ભારતીય ટીમની બીજી ઈનિંગ શરૂ

    • 99મી ઓવરમાં ટીમ સાઉથી 30 રન કરીને જાડેજાનો શિકાર બન્યો હતો

    • 96મી ઓવરમાાં વેગ્નર 0 રન કરીને અશ્વિનનો શિકાર બન્યો હતો

    • 94મી ઓવરમાં કેન વિલિયમસન 49 રન કરીને ઈશાંત શર્માનો શિકાર બન્યો હતો.

    • 87મી ઓવરમાં કાયલ જેમીસન 21 રન કરીને શામીની ઓવરમાં આઉટ થયો હતો અને ન્યૂઝીલેન્ડની સાતમી વિકેટ પડી હતી.

    • 82મી ઓવરમાં ન્યૂઝીલેન્ડની છઠ્ઠી  વિકેટ પડી હેનરી નિકોલસ આઉટ 7 રન કરીને આઉટ થયો હતો

    • મોહમ્મદ શામીની ઓવરમાં બીજે વોટલિંગ 0 રન કરીને આઉટ થયો હતો. પાંચમી વિકેટ પડતાની સાથે જ ટીમ ઈન્ડિયાની મેચમાં જોરદાર વાપસી જોવા મળી હતી. લંચ બ્રેક પહેલા ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે.

    • ઈશાંત શર્માની ઓવરમાં હેનરી નિકોલસ માત્ર 7 રન કરીને સ્લીપ પર રોહિત શર્માએ કેચ પકડ્યો હતો.

    • મોહમ્મદ શામીની ઓવરમાં રોસ ટેલર માત્ર 11 રન કરીને શુભમન ગીલના હાથમાં કેચ આઉટ થયો હતો.

    • પાંચમાં દિવસની રમત શરૂ વિલિયસન અને ટેલર ક્રીઝ પર


    ભારે વરસાદને કારણે મેચના પહેલા દિવસે ટોસ પણ યોજાઈ ન હતી. રમત બીજા અને ત્રીજા દિવસે યોજાઇ હતી, પરંતુ ખરાબ પ્રકાશને કારણે, દિવસની રમતને અકાળે જ બોલાવવી પડી હતી. ત્રીજા દિવસની રમતનો અંત પૂર્વે ન્યુઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી 101 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન 12 રન બનાવીને ક્રીઝ પર રહ્યો છે. અગાઉ, કિવિ બોલરોએ 217 રનમાં ભારતીય ઇનિંગ્સને બંડલ કરી દીધી હતી.



    ચોથો દિવસ વરસાદમાં ધોવાયો

    સાઉથમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલના ચોથા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે અને રમતના પહેલા દિવસની જેમ ચોથા દિવસે પણ ધોવાઈ ગયો હોય તેવું લાગે છે. ખરેખર, ભારે વરસાદને કારણે પ્રથમ દિવસે ટોસ પણ કરવામાં ન હતો આવ્યો. રમત બીજા અને ત્રીજા દિવસે યોજાઇ હતી, પરંતુ ખરાબ પ્રકાશને લીધે, દિવસની રમત બંધ રાખવી પડી હતી. ત્રીજા દિવસની રમતનો અંત પૂર્વે ન્યુઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી 101 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન 12 રન બનાવીને ક્રીઝ પર રહ્યો છે. જ્યારે અગાઉ કિવિ બોલરોએ 217 રનમાં ભારતીય ઇનિંગ્સને આઉટ કરી હતી.





    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (ડબ્લ્યુટીસી ફાઇનલ) ના બીજા દિવસે પણ હવામાનને કારણે રમત થોડી લેટ શરૂ થઈ હતી. સાઉથમ્પ્ટનમાં આ ઐતિહાસિક ટાઇટલ મેચનો પ્રથમ દિવસ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. બીજા દિવસે ફક્ત 64..4 ઓવર રમી હતી અને ખરાબ પ્રકાશને કારણે મેચ અધિકારીઓએ વહેલા સ્ટમ્પ જવાનું નક્કી કર્યું હતું. ન્યૂઝીલેન્ડે પહેલા ભારતને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

    Image

    ભારતીય ટીમ આ પ્રકારે છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી.
    Published by:kuldipsinh barot
    First published: