WTC India vs New Zealand: એક પણ બોલ ફેક્યાં વિના ચોથા દિવસની રમત વરસાદને કારણે રદ

WTC India vs New Zealand: એક પણ બોલ ફેક્યાં વિના ચોથા દિવસની રમત વરસાદને કારણે રદ

  • Share this:
    નવી દિલ્લી: સાઉથમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલના ચોથા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે અને રમતના પહેલા દિવસની જેમ ચોથા દિવસે પણ ધોવાઈ ગયો હોય તેવું લાગે છે. ખરેખર, ભારે વરસાદને કારણે પ્રથમ દિવસે ટોસ પણ કરવામાં ન હતો આવ્યો. રમત બીજા અને ત્રીજા દિવસે યોજાઇ હતી, પરંતુ ખરાબ પ્રકાશને લીધે, દિવસની રમત બંધ રાખવી પડી હતી. ત્રીજા દિવસની રમતનો અંત પૂર્વે ન્યુઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી 101 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન 12 રન બનાવીને ક્રીઝ પર રહ્યો છે. જ્યારે અગાઉ કિવિ બોલરોએ 217 રનમાં ભારતીય ઇનિંગ્સને આઉટ કરી હતી.

    મેચનો લાઈવ સ્કોર જોવા માટે ક્લિક કરો 



    Live Update
    • વરસાદને કારણે ચોથા દિવસની રમતમાં થોડો વિલંબ




    ભારત તરફથી વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધુ 49 રનનું યોગદાન આપ્યું જ્યારે સુકાની વિરાટ કોહલીએ 44 રન બનાવ્યા. તેના સિવાય રોહિત શર્માએ 34 અને શુબમન ગિલે 28 રન બનાવ્યા હતા. અશ્વિને 22 રન બનાવ્યા અને અંતિમ વિકેટ તરીકે પેવેલિયન પરત આવેલા રવિન્દ્ર જાડેજાએ 15 રન બનાવ્યા. લાંબી બોલર કાયલ જેમ્સને 31 રનમાં 5 વિકેટ ઝડપી હતી.

    Image

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (ડબ્લ્યુટીસી ફાઇનલ) ના બીજા દિવસે પણ હવામાનને કારણે રમત થોડી લેટ શરૂ થઈ હતી. સાઉથમ્પ્ટનમાં આ ઐતિહાસિક ટાઇટલ મેચનો પ્રથમ દિવસ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. બીજા દિવસે ફક્ત 64..4 ઓવર રમી હતી અને ખરાબ પ્રકાશને કારણે મેચ અધિકારીઓએ વહેલા સ્ટમ્પ જવાનું નક્કી કર્યું હતું. ન્યૂઝીલેન્ડે પહેલા ભારતને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

    ભારતીય ટીમ આ પ્રકારે છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી.
    Published by:kuldipsinh barot
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ