Home /News /sport /

WTC Final, Ind vs NZ : ત્રીજો દિવસ પૂર્ણ થતા ન્યૂઝિલેન્ડનો સ્કોર 101/2

WTC Final, Ind vs NZ : ત્રીજો દિવસ પૂર્ણ થતા ન્યૂઝિલેન્ડનો સ્કોર 101/2

    નવી દિલ્લી: પ્રથમ દિવસ વરસાદમાં ધોવાયા બાદ બીજા દિવસે પણ 64.4 ઓવર નાખવામાં આવી હતી. અને ખરાબ પ્રકાશના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. ત્રીજા દિવસની રમત વરસાદને કારણે થોડી મોડી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં જ વિરાટ કોહલી 44 રન કરીને આઉટ થયો હતો અને ત્યાર બાદ ઋષભ પંત પણ માત્ર 4 રન બનાવી જેમીસનનો શિકાર બન્યો હતો. જ્યારે રહાણે પણ 49 રન કરીને આઉટ થયો હતો.

    મેચનો લાઈવ સ્કોર જોવા માટે ક્લિક કરો 

    મેચનું લાઈવ અપડેટ 

    • ફિફ્ટી માર્યા બાદ ઈશાંત શર્માએ કોનવેની વિકેટ ઝડપી કોનવે 54 રન કરીને આઉટ થયો હતો.

    • કોનવેની જોરદાર બેટીંગ કરીને ફિફ્ટી ફટકારી હતી. જેની મદદથી ન્યૂઝીલેન્ડનો સ્કોર 100 રને પાર પહોંચ્યો હતો. કેન વિલિયમ્સન અને કોનવે અત્યારે ક્રિઝ પર છે.

    • ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેનો દ્વારા સારી શરૂઆત કરવામાં આવી હતી 70 રને અશ્વિને ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી હતી.

    • ત્યાર બાદ ભારતની તમામ વિકેટો ટૂંક સમયમાં પડી અને ભારતે 217 રનમાં ઓલ આઉટ થઈ હતી

    • ભારતની સાતમી વિકેટ રવિચંન્દ્ર અશ્વિનની પડી હતી તેણે 22 રન કરી ટીમ સાઉદીના બોલ પર કેચ આઉટ થયો હતો.

    • ભારતે 85મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 200 રનનો આંકડો પાર કર્યો છે.

    • અત્યારે રવિન્દ્ર જાડેજા અને અશ્વિન ક્રીઝ પર છે.

    • વિરાટ અને પંત આઉટ થયા બાદ જાડેજા અને રહાણેએ બાજી સંભાળી હતી. પરંતુ રહાણે પણ વોગનરનો શિકાર બન્યો હતો. રહાણે 49 રન કરીને મીડ વિકેટ પર કેચ આઉટ થયો હતો.

    • વિરાટ કોહલી આઉટ થયા પછી ઋષભ પંત બેટીંગ કરવા ઉતર્યો હતો અને માત્ર 4 રન કરીને જ આઉટ થયો હતો.

    • વિરાટ કોહલી તેની ટેસ્ટ કારકિર્દીમાં 13 ઇનિંગ્સથી સદી ફટકારી શક્યો નથી. આ તેની કારકીર્દિનું ખરાબ પ્રદર્શન છે. આ પહેલા તે તેની પદાર્પણ પછી પ્રથમ 13 ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો ન હતો.

    • વિરાટ કોહલી અડધી સદી પૂરી કરી શક્યો નહીં. તે ઝડપી બોલર કાયલ જેમીસને 44 રન બનાવીને આઉટ કર્યો હતો. જેમ્સનની આ બીજી વિકેટ છે. તેણે રોહિત શર્માને પણ આઉટ કર્યો.




    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (ડબ્લ્યુટીસી ફાઇનલ) ના બીજા દિવસે પણ હવામાનને કારણે રમત થોડી લેટ શરૂ થઈ હતી. સાઉથમ્પ્ટનમાં આ ઐતિહાસિક ટાઇટલ મેચનો પ્રથમ દિવસ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. બીજા દિવસે ફક્ત 64..4 ઓવર રમી હતી અને ખરાબ પ્રકાશને કારણે મેચ અધિકારીઓએ વહેલા સ્ટમ્પ જવાનું નક્કી કર્યું હતું. ન્યૂઝીલેન્ડે પહેલા ભારતને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

    ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, શુબમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિ અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: India vs new zealand, WTC Final

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन