WTC Final, Ind vs NZ: ખરાબ પ્રકાશને કારણે બીજા દિવસ પૂર્ણ થયો, ભારતનો સ્કોર 146/3

WTC Final, Ind vs NZ: ખરાબ પ્રકાશને કારણે બીજા દિવસ પૂર્ણ થયો, ભારતનો સ્કોર 146/3

  • Share this:
    નવી દિલ્લી:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC Final)ના બીજા દિવસે પણ હવામાનને કારણે મેચ રોકવામાં આવી હતી. સાઉથમ્પ્ટનમાં આ ઐતિહાસિક મેચનો પ્રથમ દિવસ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. બીજા દિવસે ફક્ત 64.4 ઓવર રમી હતી અને ખરાબ પ્રકાશને કારણે મેચ અધિકારીઓએ વહેલા રોકવાનું નક્કી કર્યું હતું. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ પછી ખરાબ પ્રકાશને કારણે રમતને ત્રણ વાર રોકી હતી. એટલું જ નહીં, ટી-બ્રેક પણ વહેલી તકે લેવામાં આવી હતી. રમત બંધ થતાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (44 *) અને અજિંક્ય રહાણે (29*) ક્રીઝ પર હતા. બંને વચ્ચે 58 રનની અણનમ ભાગીદારી થઈ છે.

    મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ 5 ઝડપી બોલરો સાથે મેદાન પર ઉતરી હતી. ખરાબ લાઇટિંગને કારણે ટી-બ્રેક આશરે 15 મિનિટ પહેલા લેવી પડી હતી. ચાના સમય પછી ખેલાડીઓ ઉતર્યા હતા પરંતુ ખરાબ પ્રકાશને કારણે રમત ફરીથી બંધ થઈ ગઈ હતી અને છેવટે 64.4 ઓવર પછી ત્રીજી વખત રમત બંધ કરવી પડી હતી. ત્યારબાદ ભારતનો સ્કોર 3 વિકેટ પર 146 રન હતો.



    Update
    • ખરાબ હવામાનને કારણે મેચમાં ઓછો પ્રકાશ આવી રહ્યો હતો જેના કારણે ત્રણ વાર મેચ રોકવામાં આવી હતી. ખરાબ પ્રકાશના કારણે બીજા દિવસની રમત પૂ્ર્ણ થઈ છે. રમત પૂર્ણ થતા ભારતનો સ્કોર 164/3 હતો.
    • ખરાબ પ્રકાશને કારણે મેચને રોકવામાં આવી ત્યારે ભારતે 134/3 રન કર્યા હતા.

    • ભારતના 100 રન પૂરા થયા છે. રહાને અને કોહલી અત્યારે ક્રીઝ પર છે.

    • ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીની પાર્ટનશીપનો અંત આવ્યો છે, ચેતેશ્વર પૂજારા માત્ર 8 રન કરીને આઉટ થયો છે.

    • રોહિત શર્મા આઉટ થયા બાદ  શુભમન ગીલ પણ આઉટ થયો હતો. વિરાટ કોહલી અને પુજારા ક્રિઝ પર.

    • સારી બેટીંગ કરી રહેલો રોહિત શર્મા 34 રન કરીને જેમિસનની ઓવરમાં કેચ આઉટ થયો હતો. રોહિત આઉટ થતા ચેતેશ્વર પુજારા ક્રિઝ પર આવ્યો હતો.

    • રોહિત શર્મા અને શુભમન ગીલ દ્વારા ટીમને સારી શરૂઆત આપવામાં આવી છે.  બંન્ને ખેલાડીઓએ ટીમને અત્યાર સુધી સારી બેટિંગ કરવામાં આવી છે અને ટીમને સારી શરૂઆત અપાવી છે.

    • રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતર્યા

    • બીજા દિવસે મેચમાં હવામાન સારુ રહેતા ટોસ કરવામાં આવ્યો હતો અને ટોસ જીતીની ન્યૂઝીલેન્ડે ભારતને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

    • સાઉધથમ્પ્ટનમાં સૂર્ય ચમકતો હોય છે. આ જોઈને બધાના ચહેરા ચમકવા માંડ્યા. ટોસ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે યોજાશે.


    ન્યૂઝીલેન્ડના કેપ્ટને ટોસ જીતીને ભારતને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. (તસવીર-BCCI Twitter)


    ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, શુબમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિ અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ
    Published by:kuldipsinh barot
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ