Home /News /sport /IND VS NZ: અમદાવાદનાં નમો સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક મેચ! પહેલી વખત બનશે આવી ઘટના

IND VS NZ: અમદાવાદનાં નમો સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક મેચ! પહેલી વખત બનશે આવી ઘટના

narendra modi stadium

IND VS NZ: અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમશે. સૂર્યકુમાર યાદવે પોતાના જૂના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે હું અહીં આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે 2021માં મે અહીથી શરૂ કર્યું હતું.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
AHMEDABAD: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-20 અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ  T-20 મેચ રમાવાની છે. બપોર ઢળતા સુધીમાં જ સ્ટેડિયમમાં લોકોને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચ જોવા પહોંચ્યા છે. મેચ શરૂ થાય તેની પહેલાં સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેચ જોવા માટે ધીમે-ધીમે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા લોકો પોતાની સાથે પાવર બેંક, સેલ્ફી સ્ટિક, કોઈ પણ પ્રકારની બેગ, પાણીની બોટલ, કેમેરા, ખાવા-પીવાની વસ્તુઓ વગેરે લઈ જઈ શકશે નહીં. જે પણ વ્યક્તિ આ વસ્તુઓ લઈને આવશે, તે તમામ વસ્તુઓ બહાર મુકાવી દેવામાં આવશે. માટે તમામ લોકોની તપાસ પણ એ રીતે જ કરવામાં આવી રહી છે.

સૂર્યકુમાર માટે ખાસ છે આ મેચ

અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમશે. સૂર્યકુમાર યાદવે પોતાના જૂના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે હું અહીં આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે 2021માં મે અહીથી શરૂ કર્યું હતું. હવે સારું લાગે છે. 2021માં કેવો આવ્યો હતો અહીં અને હવે સ્ટેડિયમ પણ કેટલું સરસ છે અને બહુ જ સારું લાગી રહ્યું છે.

અગાઉ લખનઉ ટ્રેકની મુશ્કેલ સીરીઝમાં જીત બાદ હાર્દિક પાંડ્યા (Hardik Pandya in Ahmedabad)ની ટીમ ઇન્ડિયા બુધવારે રમાનારી મેચ અમદાવાદ (Team India in Ahmedabad) આવી પહોંચી છે. રવિવારે બીજી ગેમ લો-સ્કોરિંગ મેચ હતી. તેમ છતાં તે નેઇલ-બિટર સાબિત થઈ હતી. શરુઆતમાં 100 રનનો પીછો કરવો આસાન લાગતો હતો. પરંતુ જ્યારે ન્યુઝીલેન્ડના સ્પિનરોએ બરાબરની ટક્કર આપી ત્યારે મેચ જીતવી મુશ્કેલ લાગી રહી હતી. જોકે, કેપ્ટન હાર્દિક પાંડ્યા (Captain Hardik Pandya) અને વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) વચ્ચેની મેચ વિનિંગ સ્ટેન્ડે યજમાન ટીમને સુરક્ષિત રાખી હતી.

આ પણ વાંચો: MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

પહેલીવાર બનશે આ ઘટના

ગુજરાત પોલીસ દ્વારા પહેલી આ મેચ દરમિયાન ઘોડા ઉપર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમ ખાતે મેચ રમાશે ત્યારે ચાર જેટલા ઘોડેસવાર પોલીસ કર્મીઓ દ્વારા સ્ટેડિયમની બહાર ઘોડા લઇ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વાર ક્રિકેટ મેચના બંદોબસ્તમાં ઘોડેસવાર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. મેચને લઈને ચાહકોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: IND VS NZ : અમદાવાદ સાથે છે સૂર્યકુમાર યાદવનું ખાસ કનેક્શન! જૂની યાદો તાજી કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના કર્યા વખાણ


800 ની ટિકિટના ભાવ 2000

અમદાવાદમાં ઘણા સમય પછી ટી-20 મેચ રમતી હોવાથી ટિકિટોનું પણ સારું વેચાણ થઈ ગયું છે.  તો સાથે ચાંદખેડા પોલીસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બહાર ટિકિટનું બ્લેકમાં વેચાણ કરતા કેટલાક લોકોનેઝડપી પાડ્યા છે. 800 રૂપિયાની ટિકિટને રૂ. 2,000માં વેચતા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ ખાનગી ડ્રેસમાં આવા બ્લેકમાં ટિકિટ વેચતા લોકો પર નજર રાખી રહી છે. સસ્તી ટિકિટો જલ્દી વેચાઈ ગઈ હતી જેના કારણે આ ઘટના બની હતી. એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો પડાપડી કરી રહ્યા છે. જે પણ મુખ્ય કારણ છે કે કાળાબજારીઑ ફાવી રહ્યા છે.
First published:

Tags: Ahmedabad news, IND vs NZ, India vs new zealand, Narendra Modi Stadium

विज्ञापन