India vs New Zealand Test Series 2021 Live Streaming: IND vs NZ પહેલી ટેસ્ટનું લાઇવ પ્રસારણ ક્યાં જોશો? આ ખેલાડીઓને મળી શકે છે ચાન્સ

IND vx NZ Test Series : કેપ્ટન અજિંક્ય રહાણે કાલથી ટેસ્ટમાં નવા યુગની શરૂઆતમાં ઉતરશે,.

IND vs NZ Test Live Streaming : આવતીકાલથી કાનપુરમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટની શ્રેણીનો પ્રારંભ થશે, જાણો ક્યા ક્યા ખેલાડીને મળી શકે છે ચાન્સ, કોનું સ્થાન છે પાક્કુ

  • Share this:
    આવતીકાલથી કાનપુરમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટની શ્રેણીનો પ્રારંભ થશે. (IND VS NZ Test Series) આ ટેસ્ટ સિરીઝમાં ઈજાગ્રસ્ત થયેલા ઓપનર કે.એલ. રાહુલે ભારતની ચિંતા વધારી છે. દરમિયાન ભારતે રાહુલના સ્થાને ટીમમાં સુર્યા કુમાર યાદવને સ્થાન આપ્યુ છે (Surya Kumar yadav in Test Team) ટીમમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો (Virat Kohli)ને આરામ આપવામાં આવ્યો છે તેના સ્થાને અજિંક્યા રહાણે કેપ્ટન છે. ચેતેશ્વર પૂજારાને આ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

    કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં રાહુલ-રહાણે સેનાનો પ્લાન તૈયાર છે. ટીમ કાલે ગ્રીન પાર્કમાં જીતના હોસલા સાથે ઉતરશે. આ ટીમમાં શ્રેયસ ઐયર ભારતના નવા ટેસ્ટ ખેલાડી તરીકે ડેબ્યૂ કરશે. મેચ પહેલાં કેપ્ટન અજિંક્ય રહાણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

    'બેટિંગ કરતી વખતે ધ્યાન ફક્ત બેટિંગ પર જ હોય ​​છે'

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બેટ્સમેન અને કેપ્ટનને અલગ-અલગ જોવા શક્ય છે? આ અંગે તેણે કહ્યું, “જ્યારે હું બેટિંગ કરું છું, ત્યારે મારું ધ્યાન ફક્ત બેટિંગ પર હોય છે અને હું તે ક્ષણમાં છું.  હાલમાં મારું ધ્યાન બંને ચીજો પર છે અને મને ફોર્મ પણ કોઈ ચિંતા નથી. મારા બેટમાંથી રન નીકળી રહ્યા છે તો સેન્ચ્યુરી પણ બનશે.

    કાનપુર ગ્રીન પાર્ક ભારતનો રેકોર્ડ

    ગ્રીન પાર્ક કાનપુર ક્રિકેટ મેદાન પર ભારત અત્યારસુધીમાં 6 ટેસ્ટ રમ્યું છે. આ છમાંથી 5 ટેસ્ટમાં ભારતે જીત મેળવી છે. ગ્રીન પાર્કમાં ભારત છેલ્લીવાર વર્ષ 1983માં હાર્યુ હતું. આ મેદાન પર 38 વર્ષથી અજય છે ભારતીય ટીમ

    આ પણ વાંચો :  ધનિક પરિવારોની કન્યા સાથે થયા છે આ ક્રિકેટરોના લગ્ન, એક ખેલાડી છે ગુજરાતી

    લાઇવ પ્રસારણ સવારે 9.30 વાગ્યાથી

    આ મેચનું લાઇવ પ્રસારણ સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાનારી મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોવા મળશે. જ્યાેર ઓનલાઇન જોવા માટે ડિઝની- હોટસ્ટાર પર જોઈ શકાશે.

    ઐયર ભારતનો 303મો ટેસ્ટ ક્રિકેટર બનશે

    ભારતની ટેસ્ટ ટીમ માટે અત્યારસુધીમાં 302 ખેલાડીઓ ડેબ્યૂ કરી ચુક્યા છે. આવતીકાલે શ્રેયસ ઐયર 303માં ટેસ્ટ ખેલાડી તરીકે ડેબ્યૂ કરશે. 26 વર્ષનો શ્રેયસ, મુંબઈની ટીમમાં ડોમેસ્ટીક ક્રિકેટ રમે છે.

    આ પણ વાંચો :  Photos: કોણ છે સિમરન ખોસલા? ભારતને અંડર-19 વર્લ્ડકપ ચેમ્પિયન બનાનાર કેપ્ટનની પત્ની વિશે જાણો

    ભારતની સંભવિત પ્લેઇંગ 11

    મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, શ્રેયસ ઐયર, અજિંક્ય રહાણે, ઋદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા
    Published by:Jay Mishra
    First published: