Home /News /sport /IND VS NZ : વર્લ્ડ નંબર વન બની ગઈ ટીમ ઈન્ડિયા! ન્યૂઝીલેન્ડને શ્રેણીમાં 3-0 થી કચડીને ભારતે કર્યો વ્હાઇટવોશ

IND VS NZ : વર્લ્ડ નંબર વન બની ગઈ ટીમ ઈન્ડિયા! ન્યૂઝીલેન્ડને શ્રેણીમાં 3-0 થી કચડીને ભારતે કર્યો વ્હાઇટવોશ

rohit sharma virat kohli

IND VS NZ: ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનો 90 રને વિજય થયો હતો. આ સાથે 3 મેચની શ્રેણીમાં ભારતનો 3-0 થી વિજય થયો છે. આ સાથે વન-ડે રેંકિંગમાં ભારત પ્રથમ ક્રમે આવી ગયું છે.

    ઈન્દોરમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું હતું.  અને આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ODI શ્રેણી 3-0થી જીતી લીધી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ઓવરમાં નવ વિકેટના નુકસાને 385 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે ન્યૂઝીલેન્ડની ટીમે ખૂબ સારી લડત આપી હતી.

    ભારતીય ટીમની બેટિંગ શાનદાર રહી હતી. ટોપ ઓર્ડર ખાસ તો જોરદાર રમ્યો હતો. શુભમન ગિલ અને રોહિત શર્મા બંને ઓપનરોએ સદી ફટકારી હતી. ત્યાર પછી હાર્દિક પંડ્યાએ ફિફ્ટી ફટકારી હતી. જો કે ત્યાર પછી ન્યૂઝીલેન્ડની ટિમ બેટિંગમાં આવી તેમણે પણ સારી લડત આપી  હતી.

    ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ 100 બોલમાં 138 રનની ધુંઆધાર ઇનિંગ રમી હતી. તેની વિકેટ ઉમરાન મલિકે લીધી હતી. આ સાથે ભારતની જીતની શક્યતા વધારી દીધી હતી.



    આ પહેલા ભારતે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 3-0થી મોટી જીત મેળવી હતી. વર્તમાન વનડે સિરીઝની વાત કરીએ તો શુભમન ગિલે પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારી હતી. આવું કરનાર તે સૌથી યુવા ક્રિકેટર બન્યો. બીજી તરફ રાયપુરમાં રમાયેલી બીજી મેચની વાત કરીએ તો મોહમ્મદ શમીની બોલિંગ આગેવાની હેઠળની ટીમે કીવી ટીમને મોટો સ્કોર કરવા દીધો નહોતો.

    આ પણ વાંચો: KL Rahul Athiya Wedding : રાહુલ અથિયાને મળી કરોડોની ગિફ્ટ! જુઓ કોણે આપી 2.5 કરોડની કાર અને 30 લાખની વોચ

    શુભમન ગિલે પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારી હતી.ત્યાર પછી હવે ફરીથી આ ખેલાડીએ પોતાનો ક્લાસ બતાવતા જોરદાર સદી ફટકારી હતી.
    " isDesktop="true" id="1326148" >ભારતની પ્રથમ વિકેટ 212 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન રોહિત શર્મા સદી ફટકાર્યા બાદ આઉટ થઈ ગયો હતો. તેણે ટીમનો ભાગ્યે જ મળે એવી જોરદાર શરૂઆત આપી હતી અને કેપ્ટન ઇનિંગ રમી હતી. રોહિતે 85 બોલમાં 101 રન બનાવ્યા હતા. તે માઈકલ બ્રેસવેલ દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. બ્રેસવેલ ઓફસ્પિનર છે અને તેને કીવીઝ કેપ્ટન લથમ દ્વારા રોહિતને રોકવા માટે જ લાવવામાં આવ્યો હતો.  આ દરમિયાન તેના બેટમાંથી નવ ચોગ્ગા અને છ છગ્ગા જોવા મળ્યા હતા. 28 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 230 રન હતો.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IND vs NZ, India vs new zealand, One day match

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन