ન્યૂઝીલેન્ડ સાથે પાંચમી T20 આજે, ક્લીન સ્વીપ અને વર્લ્ડ રેકૉર્ડ બનાવવા ઉતરશે ટીમ ઇન્ડિયા

ન્યૂઝીલેન્ડ સાથે પાંચમી T20 આજે, ક્લીન સ્વીપ અને વર્લ્ડ રેકૉર્ડ બનાવવા ઉતરશે ટીમ ઇન્ડિયા
ટીમ ઇન્ડિયા રેકોર્ડ બનાવવા ઉતરશે.

ટીમ ઇન્ડિયા પાંચમી મેચની જીતની દાવેદાર હોવા બાબતે કોઈ શંકા નથી. ટીમ ઇન્ડિયાને બોલર અને બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડની ટીમ સામે સારું પ્રદર્શન કર્યું છે.

 • Share this:
  માઉન્ટ માઉન્ગાનુઈ : ઑકલેન્ડમાં ખેલ રમવામાં આવેલી બંને મેચમાં જીત. હેમિલ્ટનમાં બાજી મારી અને વલિન્ગટનમાં ફરીથી જીતનો ધ્વજ ફરકાવ્યો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાએ પાંચ ટી20 સીરિઝની પ્રથમ ચાર મેચ જીતી લીધી છે. પોતાના ઘર આંગણે મજબૂત માનવામાં આવતી ન્યૂઝીલેન્ડની ટીમને ભારતે તેમની જ ધરતી પર સતત ચાર હાર આપી છે. હવે પાંચમી અને અંતિમ મેચ માઉન્ટ માઉન્ગાનુઈના ઓવલ મેદાન પર રમવામાં આવશે. આ મેચરમાં ફરી એક વખત ભારતની જીતનું પલડું ભારે છે. ભારત આ મેચરમાં ન્યૂઝીલેન્ડના સૂપડા સાફ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયા જો પાંચમી ટી20 મેચ જીતી લે છે તો ટી20 સીરિઝની પાંચેય મેચ જીતનારી પ્રથમ ટીમ બની જશે.

  ટીમ ઇન્ડિયાનું પલડું ભારે  ટીમ ઇન્ડિયા પાંચમી મેચની જીતની દાવેદાર હોવા બાબતે કોઈ શંકા નથી. ટીમ ઇન્ડિયાને બોલર અને બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડની ટીમ સામે સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લી ચાર મેચમાં જીતથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમને સૌથી મોટો ખતરો કેએલ રાહુલથી છે. ટી20 સીરિઝમાં તેણે સૌથી વધારે 179 રન બનાવ્યા છે. રાહુલની બેટિંગની સરેરાશ 59.66 છે, તેણે બે અડધી સદી પણ ફટકારી છે. સાથે જ તે 146થી વધારે સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે. રાહુલ ઉપરાંત શ્રેયસ અય્યરે પણ 40ની સરેરાશથી 120 રન બનાવ્યા છે. જોકે, કેપ્ટન વિરાટ કોહલીનું બેટ ચાલ્યું નથી, તેણે સીરિઝમાં ફક્ત 26.25ની સરેરાશથી 105 રન બનાવ્યા છે.  બોલરોની વાત કરવામાં આવે તો ભારતના શાર્દુલ ઠાકુરે સૌથી વધારે છ વિકેટ ઝડપી છે. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમને સૌથી વધારે પરેશાન રવિન્દ્ર જાડેજાએ કરી છે, તેમણે સીરિઝમાં ફક્ત 5.90ના ઇકૉનોમી રેટથી રન આપ્યા છે. આ ઉપરાંત ચોથી ટી20માં જસપ્રીત બુમરાહે ચાર ઓવરમા ફક્ત 20 રન આપ્યા છે, જે ન્યૂઝિલેન્ડ માટે ચિંતાનો વિષય છે.  ઓવલમાં બનશે મોટો સ્કોર

  માઉન્ટ માઉન્ગાનુઈના ઓવલ મેદાનને બેટ્સમેનો માટે સારું ગણવામાં આવે છે. આ મેદાન પર સર્વશ્રેષ્ઠ સ્કોર ન્યૂઝીલેન્ડના નામે છે. વર્ષ 2018માં ન્યૂઝીલેન્ડે આ મેદાન પર વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 243 રન ફટકાર્યા હતા. આ મેદાન પર સરેરાશ સ્કોર 180થી વધારે છે, જે ટી20 મેચના હિસાબે ખૂબ વધારે છે. નોંધનીય છે કે સીરિઝની પાંચેય મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમની જીત થઈ છે, મતલબ કે જે કેપ્ટન ટૉસ જીતશે તેની નજીરે પ્રથમ બેટિંગ કરવા પર હશે. જોકે, ટીમ ઇન્ડિયાને સ્કૉર ચેઝ કરવામાં માહેર માનવામાં આવે છે, એટલે કે વિરાટ ટૉસ જીતે છે તો કોઈ પણ નિર્ણય લઈ શકે છે.  ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન : રોહિત શર્મા, સંજૂ સેમસન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, વૉશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ/યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને જસપ્રીત બુમરાહ

  ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન : માર્ટિન ગુપ્ટિલ, કૉલિન મુનરો, ટિમ સિફર્ટ, રૉસ ટેલર, ટૉમ બ્રૂસ, ડેરેલ મિચેલ, મિચેલ સેન્ટનર, ઈશ સાઢી, ટિમ સાઉદી, હેમિશ બનેનેટ અને સ્કૉટ કુલ્ગિન.
  Published by:News18 Gujarati
  First published:February 02, 2020, 08:49 am

  ટૉપ ન્યૂઝ