ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ટીમને ફટકો, ધવન ટી-20 અને વન-ડે શ્રેણીમાંથી બહાર

News18 Gujarati
Updated: January 21, 2020, 3:46 PM IST
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ટીમને ફટકો, ધવન ટી-20 અને વન-ડે શ્રેણીમાંથી બહાર
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ટીમને ફટકો, ધવન ટી-20 અને વન-ડે શ્રેણીમાંથી બહાર

ધવનને ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ફિલ્ડિંગ કરતા સમયે ઇજા થઈ હતી

  • Share this:
નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડ પ્રવાસ (New Zealand Tour)શરુ થતા પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ને મોટો ફટકો પડ્યો છે. ખભાની ઇજાથી ઝઝુમી રહેલો ટીમ ઇન્ડિયાનો (Team India)ઓપનર શિખર ધવન (Shikhar Dhawan)ન્યૂઝીલેન્ડ સામે ટી-20 અને વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ધવનને આ ઇજા ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ફિલ્ડિંગ કરતા સમયે થઈ હતી. તેને તરત સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હવે રિપોર્ટ છે કે સ્કેનનો રિપોર્ટ સારો નથી. જેથી તે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન-ડે અને ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે શિખર ધવનનું નામ ન્યૂઝીલેન્ડ જનાર ખેલાડીઓની યાદીમાંથી હટાવી લીધું છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે ધવનના સ્થાને કયા ખેલાડીનો ટીમમાં સમાવેશ કરાશે. માનવામાં આવે છે કે ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી ઇન્ડિયા-A ટીમમાંથી કોઈ ખેલાડીને ધવનના વિકલ્પ તરીકે સામેલ કરી શકાય છે. રિપોર્ટ પ્રમાણે ધવનના સમાચાર આવ્યા પછી બીસીસીઆઈ અધિકારીઓ અને ટીમ મેનજમેન્ટે પસંદગી સમિતિ સાથે કોન્ફરન્સ કોલ કર્યો હતો. ધવનના વિકલ્પની જાહેરાત કરવામાં થોડો સમય લાગી શકે છે કારણ કે ઇન્ડિયા-A ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ગૈર આધિકારિક વન-ડે 22 જાન્યુઆરીએ રમવાનું છે.

આ પણ વાંચો - BCCIમાં ટીમ ઇન્ડિયાને લઈને નિકળી વેકેન્સી, આ શરતોને કરવી પડશે પૂરી

શિખર ધવનના વિકલ્પ તરીકે મંયક અગ્રવાલનો સમાવેશ કરી શકાય છે જે આઈસીસી વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સભ્ય રહ્યો હતો. સૂર્ય કુમાર યાદવ (Surya Kumar Yadav) અને પૃથ્વી શો (Prithvi Shaw) જેવા ખેલાડીઓને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. જે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઈને બીસીસીઆઈ સચિવ જય શાહ સાથે લાંબી વાતચીત કરી હતી.
First published: January 21, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading