આઈસીસી વર્લ્ડ કપમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચમાં વરસાદ પડતા આજની રમત રદ કરવામાં આવી છે. હવે પ્રશંસકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે હવે શું થશે. અમે તમને તેનો જવાબ આપીએ છીએ.
નોકઆઉટ મેચો માટે આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યો છે. સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચમાં વરસાદ થવા પર બીજા દિવસે રિઝર્વ ડે રાખ્યો છે. જોકે પ્રશંસકો માટે ખરાબ સમાચાર એ છે કે બીજા દિવસે પણ ભારે વરસાદની આગાહી છે. સાથે વાદળો પણ છવાયેલા રહેશે. હવે સવાલ ઉભો થાય છે કે જો રિઝર્વ ડે ના દિવસે પણ વરસાદ પડે તો થું થશે.
વર્લ્ડ કપ 2019ના નિયમો પ્રમાણે બીજા દિવસે મેચ રમાશે તો મેચ જ્યાંથી અટકી છે ત્યાથી શરુ થશે. એટલે કે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ 46.1 ઓવરથી શરુ થશે. રિઝર્વ ડેના દિવસે પણ પણ વરસાદ પડશે તો ટીમ ઇન્ડિયાને ફાયદો થઈ શકે છે. કારણ કે ગ્રૂપ સ્ટેજમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 9 મેચમાંથી 7 માં જીત મેળવી હતી. એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે 9 મેચમાંથી 5માં જીત મેળવી હતી. આમ ગ્રૂપ સ્ટેજમાં વધારે પોઇન્ટ હોવાથી ભારત ફાઇનલમાં સ્થાન બનાવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર