ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે ઇન્ડિયાની સેમિ ફાઇનલ મેચ પર ભારતના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેનું માનવું છે કે મુકાબલો જોરદાર રહેશે. કુંબલેએ કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સામેનો મુકાબલો આસાન રહેશે નહીં પણ જે રીતે ટીમ ઇન્ડિયા આત્મવિશ્વાસમાં જોવા મળી છે તે નિર્ણાયક સાબિત થઈ શકે છે. સાથે એમ પણ કહ્યું છે કે ટીમમાંથી રવીન્દ્ર જાડેજા બહાર થઈ શકે છે અને તેના સ્થાને કુલદીપ યાદવ આવી શકે છે. આવો જાણીએ અનિલ કુંબલે સાથી વાતચીતના ખાસ અંશો.
સવાલ - શું તમને લાગે છે કે ભારત માટે પ્રથમ સેમિ ફાઇનલ રમવી આસાન રહેશે. ન્યૂઝીલેન્ડ સામે રમવું ઇંગ્લેન્ડના મુકાબલે આસાન રહેશે? જવાબ - ઇંગ્લેન્ડ સાથે ભારતની મેચ સારી રહી ન હતી. આ વર્લ્ડ કપમાં એક જ મેચ ઇંગ્લેન્ડ સામે હાર્યા છીએ. મારા હિસાબે ન્યૂઝીલેન્ડ આસાન તો નથી પણ ઇન્ડિયન ટીમનો આત્મવિશ્વાસ વધારે રહેશે. ઇંગ્લેન્ડ સામે સેમિ ફાઇનલ વધારે મુશ્કેલ બનત.
સવાલ - શું ભારતને એ વાતનું નુકસાન થઈ શકે છે કે પાછલા કેટલાક મુકાબલા આસાન રહ્યા છે? જવાબ - આવું કશું જ નથી. છેલ્લી 9 મેચમાં જે સાતત્યભર્યુ પ્રદર્શન કર્યું છે આત્મવિશ્વાસ બુસ્ટ કરશે. સેમિ ફાઇનલ એક દિવસની હોય છે, જ્યાં તમારે ત્રણેય સ્કિલ્સમાં સારું પ્રદર્શન કરવું પડે છે. ફિલ્ડિંગ,બેટિંગ અને બોલિંગ એમ ત્રણેયમાં બેસ્ટ પ્રદર્શન કરીને જીતવું જરુરી છે. આવું સતત કરતા આવ્યા છે. મને આશા છે કે આગળ પણ આવી જ રીતે રમશે.
સવાલ - શું તમને લાગે છે કે રવીન્દ્ર જાડેજા હવે સેમિ ફાઇનલ પણ રમશે? જવાબ - રવીન્દ્ર જાડેજા એક ઉપયોગી ક્રિકેટર છે. મને લાગે છે કે ઇન્ડિયા ફરી બે રિસ્ટ સ્પિનર્સ સાથે જશે. ન્યૂઝીલેન્ડની ટીમને જોવામાં આવે તો તેને રિસ્ટ સ્પિનર્સે ઘણા પરેશાન કર્યા હતા. મારા મતે ચહલ અને કુલદીપ બંને રમશે.
સવાલ - સેમિ ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને તમારી શું સલાહ છે? જવાબ - સલાહ તો કશું જ નથી, જેવી રીતે તે રમીને આવ્યા છો તેવી જ રીતે રમવું જોઈએ. બેટિંગ અને બોલિંગ બંનેમાં સારી શરુઆત થવી જરુરી છે. સેમિ ફાઇનલ માટે શાંત મન અને કૂલ મગજ ઘણું જરુરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર