Home /News /sport /બીજી વન-ડેમાં પણ શાનદાર ફોર્મમાં સૂર્યા! ગિલ પણ ગેલમાં, મેઘરાજાએ મજા બગાડી

બીજી વન-ડેમાં પણ શાનદાર ફોર્મમાં સૂર્યા! ગિલ પણ ગેલમાં, મેઘરાજાએ મજા બગાડી

ભારત-ન્યુઝીલેંડ બીજી વનડેમાં ઓવર્સ ઘટાડવી પડી

INDvsNZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચમાં સતત વરસાદના વિધ્ન વચ્ચે સૂર્યકુમાર અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી.

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી વન-ડે વરસાદને કારણે રોકવી પડી હતી. ત્યાર બાદ વરસાદ અટકાતા મેચ ફરી શરૂ કરવામાં આવી હતી.

    વારંવાર વરસાદને કારણે મેચ ટૂંકાવીને 29 ઓવર્સની કરીને ફરી સ્ટાર્ટ કરવામાં આવી હતી પણ ફરીથી 12.5 ઓવર્સની રમત બાદ મેચ અટકાવવી પડી હતી. આ સમયે ગેલ અને સૂર્યકુમાર જોરદાર બેટિંગ કરી રહ્યા હતા. શુભમન તો અર્ધી સદીની નજીક હતો કે ફરી વરસાદ ખાબક્યો.

    સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 34 રન ફટકાર્યા હતા જેમાં 3 તો શાનદાર છગ્ગા માર્યા હતા. તો બીજી તરફ શુભમન ગિલે 42 બોલમાં 45 રન ફટકાર્યા હતા. જેમાં 4 ચોગ્ગા અને 1 છ્ગ્ગાનો સમાવેશ થાય છે. ટીમ સારા સ્કોર તરફ ગતિ કરી રહી હતી ત્યાં ફરી 12.5 ઓવર્સની રમત બાદ વરસાદના કારણે મેચ બંધ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી બહુ જરૂરી છે. ધવન એન્ડ કંપની આ મેચ જીતીને સીરિઝમાં બરાબરી કરવા માગશે. વરસાદને લીધે રમતની કુલ ઓવરની સંખ્યા 29 થઈ ગઇ હતી.

    આ પણ વાંચો: સારું થયું વર્લ્ડકપમાં ન રમાડયો! ખુદ ઉમરાન મલિકનાં પપ્પા બોલ્યા આવુ, જાણો શું કહ્યુ

    શિખર ધવનની કેપ્ટનશિપવાળી ભારતીય ક્રિકેટ ટીમ પાસે આઇસીસી વનડે રેન્કિંગમાં નંબર વન પર પહોંચવાની સારી તક છે. ધવન એન્ડ કંપની ભલે ત્રણ મેચની સીરિઝની પ્રથમ વન-ડે હારી ગઇ હોય, છતાં અત્યારે પણ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પાસેથી નંબર વનની ખુરશી છીનવી શકે છે.



    વરસાદને લીધે ટોસમાં પણ 15 મિનિટ મોડું થયું હતું. જે બાદ 4.5 ઓવર બાદ ફરી એક વખત વરસાદે વિધ્ન ઉભું કરતું રમત રોકવી પડી હતી. ટીમ ઇન્ડિયા વરસાદના રોકાવવાની રાહ જોઇ રહી હતી. કોચ વીવીએસ લક્ષ્મણ સહિત ભારતીય ટીમના ખેલાડીઓની કેટલીક તસવીરો બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર અલપોડ કરી હતી, જેમાં તેઓ વરસાદ રોકાવવાની રાહ જોઇ રહ્યા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन