Home /News /sport /R Ashwin: આર.અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સર્જ્યો ઈતિહાસ, હરભજનનો સિંઘનો સૌથી વધુ વિકેટનો રેકોર્ડ તોડ્યો
R Ashwin: આર.અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સર્જ્યો ઈતિહાસ, હરભજનનો સિંઘનો સૌથી વધુ વિકેટનો રેકોર્ડ તોડ્યો
રવિચન્દ્ર અશ્વિન RAshwin: 7/ 66 (2015) : રવિચંદ્રન અશ્વિને 2015માં નાગપુરમાં ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાને માત્ર 79 રનમાં આઉટ કરવા માટે પાંચ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ જ્યારે ફરી વખત બેટિંગ કરવા માટે મેદાને ઉતર્યા ત્યારે પણ અશ્વિને તેમના આવા જ હાલ કર્યા હતા. અશ્વિન અને અમિત મિશ્રાએ માત્ર 185 રનમાં સાઉથ આફ્રિકાનો શિકાર કર્યો હતો. અશ્વિને 29.5માં માત્ર 66 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. ભારતે તે મેચ 124 રને જીતી હતી. દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનનો આ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ છે.
India vs New Zealand : હાલમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓમાં ટેસ્ટ ક્રિકેટમાં (Test Cricket) સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો આર. અશ્વિન (R. Ashwin)
ભારતના સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિને કાનપુરમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં (IND vs NZ Kanpur Test)માં પાંચમાં દિવસે ત્રણ વિકેટ ઝડપી છે. આ સાથે જ અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે (Highest Wickets By Indian Bowlers in Test). અશ્વિને ટેસ્ટમાં આજે પાંચમાં દિવસે ન્યૂઝીલેન્ડના ખેલાડી ટોમ લાથમ (Tom Latham)ની વિકેટ ઝડપી અને હરભજનસિંઘ (Harbhajan Singh)નો હાઇએસ્ટ વિકેટનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉ હરભજને 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધી હતી. અશ્વિને આજે 80મી ટેસ્ટમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અશ્વિનના નામે હવે 418 વિકેટ બોલે છે. વધુમાં અશ્વિન હવે વર્તમાન સમયમાં સૌથી વધુ વિકેટ લેનાર એક માત્ર રમી રહેલો ભારતીય બોલર છે.
અશ્વિને પ્રથમ ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી અને ટેસ્ટમાં કુલ 6 વિકેટ મેળવી હતી. હરભજનનો રેકોર્ડ અશ્વિને તોડ્યો એટલે તુંરત જ ભજ્જીએ ટ્વીટ કરી અને શુભકામનાઓ આપી હતી.
બીજા ક્રમે કપિલ દેવ, પ્રથમ ક્રમે કુંબલે
અનિલ કુંબલે ભારતનો સર્વાધિક ટેસ્ટ વિકેટ ઝડપનાર બોલર છે. કુંબલએ 619 વિકેટો ઝડપી છે. કુંબલે 132 મેચમાં 226 ઈનિંગ રમી અને 619 વિકેટો ઝડપી છે જ્યારે કપિલ દેવ 131 ટેસ્ટમાં 227 ઇનિંગ રમી અને 434 વિકેટો ઝડપી છે. જ્યારે હરભજનસિંઘે 103 ટેસ્ટમાં 190 ઇનિંગ રમી અને 417 વિકેટો ઝડપી હતી.
અશ્વિન ટેસ્ટનું વિકેટ મશીન
આમ જોવા જઈએ તો ઉપરના રેકોર્ડ જોતો જે કામ કરવામાં હરભજનને 103 ટેસ્ટ થઈ તે કામ અશ્વિને 80મી ટેસ્ટમાં કર્યુ છે. અશ્વિન 179 ઇનિંગ રમ્યો અને તેણે 418 વિકેટો ઝડપી છે. અશ્વિન જો 103 ટેસ્ટ રમે તો તે સંભવત: કપિલ દેવનો રેકોરેડ પણ તોડી નાખશે.
અશ્વિનનું કરિયર
આર.અશ્વિને વર્ષ 2011માં ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યુ હતું. અશ્વિને અત્યારસુધીમાં કુલ 80 ટેસ્ટ રમી છે અને 111 વનડે રમી છે અને 151 ટી રમી છે. અશ્વિને વનડેમાં 150 વિકેટ અને ટી-20માં 61 વિકેટ ઝડપી લીધી છે.
ફાસ્ટ બોલરમાં ઈશાંતનો તરખાટ
ફાસ્ટ બોલરની ગણતરી કરવામાં આવે તો રેકોર્ડ ચોક્કસથી કપિલ દેવનો છે. કપિલ પાજીએ 434 વિકેટ મેળવી અન રેકોર્ડ કાયમ રાખ્યો છે. જ્યારે તેમના રેકોર્ડ સુધી દૂર દૂર સુધી કોઈ નથી. કપિલ બાદ હવે ઈશાંત શર્ાએ 105મી ટેસ્ટમાં 311 વિકેટ ઝડપી છે જ્યારે અગાઉ ઝહીર ખાને આ કરતબ 92 ટેસ્ટમાં કરી નાખ્યું હતું અને તેની 311 વિકેટ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર