ન્યૂઝીલેન્ડ પોતાની ઇનિંગ્સમાં 23 બોલ રમશે અને આ પછી ભારતીય ઇનિંગ્સની શરુઆત થશે
23:4 (IST)
બુધવારે ભારતીય સમય પ્રમાણે બપોરે 3.00 કલાકેથી મેચ રમાશે. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ 46.1 ઓવરથી શરુ થશે
23:1 (IST)
22:59 (IST)
વરસાદના કારણે આજની રમત રદ કરવામાં આવી છે. કાલે (બુધવારે) રમાશે સેમિ ફાઇનલ મેચ
22:22 (IST)
માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં અમ્પાયર 10.40 કલાકે ઇન્સપેક્શન કરશે. આ પછી જણાવશે કે મેચ રમાશે કે નહીં
22:10 (IST)
મેદાન સુખાવવાનું કામ શરુ
22:6 (IST)
માન્ચેસ્ટરમાં વરસાદ બંધ, એક કવર હટાવ્યું
21:5 (IST)
ભારતીય ટીમના મોટા પ્રશંસક બની ચૂકેલા આ પરિવારની રોડ ટ્રિપની કહાની
21:5 (IST)
માન્ચેસ્ટરના મોસમની સ્થિતિ
21:4 (IST)
માન્ચેસ્ટરમાં સૂરજ નિકળ્યો છે. જોકે હજુ પણ ધીમો-ધીમો વરસાદ થઈ રહ્યો છે. કવર્સ હટાવવાની આશા હજુ નથી.
આઈસીસી વર્લ્ડ કપમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચમાં વરસાદ પડતા આજની રમત રદ કરવામાં આવી છે. હવે કાલે (બુધવારે) ભારતીય સમય પ્રમાણે બપોરે 3.00 કલાકે ફરી આ મેચ રમાશે. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ 46.1 ઓવરથી શરુ થશે.
મંગળવારે વરસાદ વિધ્ન બન્યો તે પહેલા ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટે 211 રન બનાવ્યા હતા. રોસ ટેલર 67 અને ટોમ લથામ 3 રને રમતમાં છે.
ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને 67 રન બનાવ્યા હતા. આ સિવાય નિકોલ્સે 28, ગ્રાન્ડહોમીએ 16, નિશામે 12 રન બનાવ્યા હતા. ગુપ્ટિલ 1 રને આઉટ થયો હતો.
ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, બુમરાહ, હાર્દિક પંડ્યા, જાડેજા અને ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.
ભારત સામે આઈસીસી વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની ટીમમાં એક ફેરફાર કરતા કુલદીપ યાદવના સ્થાને ચહલને તક મળી છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમમાં સાઉથીના સ્થાને ફર્ગ્યુશનનો સમાવેશ કરાયો છે. મોહમ્મદ શમીનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરાયો નથી.