ભારત વિ. ન્યૂઝીલેન્ડ : કોહલીનો કિંગ મેકર કેએલ રાહુલ!

News18 Gujarati
Updated: January 23, 2020, 10:48 PM IST
ભારત વિ. ન્યૂઝીલેન્ડ : કોહલીનો કિંગ મેકર કેએલ રાહુલ!
ભારત વિ. ન્યૂઝીલેન્ડ : કોહલીનો કિંગ મેકર કેએલ રાહુલ!

છેલ્લાં કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાનો આ સ્ટાઇલિસ્ટ બેટ્સમેન સારા એવા ટચમાં છે

  • Share this:
શૈલેષ મકવાણાઃ થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં કેટલીક કોમેન્ટ્સ સાથેનો એક ફોટો વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ થયેલો આ વાયરલ ફોટો હતો ટીમ ઇન્ડિયાના બેટ્સમેન કેએલ રાહુલનો. ફોટોમાં એવો ઉલ્લેખ હતો કે રાહુલ એટલા જબરદસ્ત ફોર્મમાં છે કે કેપ્ટન કોહલી કોઇ પણ ક્રમે બેટિંગમાં મોકલે તે તેયાર હોય છે, ક્યારેક ઓપનિંગ તો ક્યારેક વન-ડાઉન, તો ક્યારેક મિડલ ઓર્ડરમાં આવીને હરીફ ટીમને હંફાવે છે. એટલું જ નહીં પણ જરૂર પડ્યે વિકેટ કિપિંગ પણ કરી જાણે છે. ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ પંડીતો રાહુલના આ ફોર્મને ખૂબ વધાવી રહ્યા છે. છેલ્લાં કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાનો આ સ્ટાઇલિસ્ટ બેટ્સમેન સારા એવા ટચમાં છે.

ઓસ્ટ્રેલિયા સામેની 3 વન-ડે મેચની સિરીઝમાં રાહુલે 47, 80 અને 19 રન એમ કુલ 146 રન ખડકી દીધા. વેસ્ટ ઇન્ડીઝ સામેની અગાઉ રમાયેલી 3 વન-ડેના રન ઉમેરીએ તો કુલ 6 મેચમાં તેણે 323 રન નોંધાવ્યા. એટલું જ નહીં આ સિરીઝમાં રાહુલે અલગ-અલગ ક્રમે બેટિંગમાં આવીને જીત માટે મહત્વની ભૂમિકા ભજવી. ક્રિકેટમાં સામાન્ય રીતે ઇનફોર્મ બેટ્સમેનના બેટિંગ ક્રમ સાથે ચેડા કરવામાં આવતા નથી. પરંતુ આ વખતે કેપ્ટન કોહલીએ રાહુલના બેટિંગ ઓર્ડરમાં બહુ ઉથલ-પાથલ કરી નાખી. પરંતુ તેમ છતાં રાહુલે પોતાનું ફોર્મ અને ક્લાસ જાળવી રાખ્યો અને ઓસ્ટ્રેલિયન પેસ બેટરીની આગ ઝરતી બોલિંગ સામે મજબૂત અને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી બતાવી. રાહુલનું આ ફોર્મ બતાવે છે કે આગામી વર્લ્ડકપમાં તે કેપ્ટન કોહલી માટે કિંગ મેકર સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો - વ્યસ્ત કાર્યક્રમ પર કોહલીએ કહ્યું - ક્રિકેટરો સીધા સ્ટેડિયમ ઉપર જ ઉતરીને રમવાનું શરુ કરશે

ભારતીય ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે અને શુક્રવારથી ટ્વેન્ટી-20 સિરીઝ શરૂ થવાની છે ત્યારે રાહુલ ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપનું કરોડરજ્જુ સમાન હશે. ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટ્વેન્ટી-20 વર્લ્ડકપ અગાઉ ન્યૂઝીલેન્ડમાં રમાનારી ટ્વેન્ટી-20 સિરીઝ મહત્વની છે અને એનાથી પણ વધુ જરુરી છે રાહુલના ફોર્મમાં હોવું. રોહિત શર્મા, ધવન કે કોહલીને મુકીને રાહુલની ચર્ચા એટલા માટે થઇ રહી છે કે ટીમ ઇન્ડિયાનો ટોપ ઓર્ડર જ્યારે નિષ્ફળ રહે ત્યારે મિડલ ઓર્ડરમાં એક એવો બેટ્સમેન હોવો જોઇએ જે પરિસ્થિતિ પ્રમાણે ટીમને સંભાળી શકે. મહેન્દ્રસિંહ ધોની બાદ મિડલ ઓર્ડરમાં કોઇ બેટ્સમેન પર ભરોસો મુકી શકાય એવો હોય તો તે છે માત્ર અને માત્ર કેએલ રાહુલ. ઘણીવાર જ્યારે રોહિત, ધવન કે કોહલીની ત્રિપુટી ફ્લોપ જાય ત્યારે મિડલ ઓર્ડર પર સમગ્ર મદાર આવી પડે છે આ સંજોગોમાં કોઇ મેચ્યોર બેટ્સમેન જ ટીમને ઉગારી લેતો હોય છે. કેએલ રાહુલે જે રીતનો ટેમ્પરામેન્ટ બતાવ્યો છે એ જોતા ટીમ મેનેજમેન્ટ કર્ણાટકના આ ખેલાડી પર મિડલ ઓર્ડરનો પુરો ભરોસો મુકે તો નવાઇ નહીં.
First published: January 23, 2020, 10:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading