Home /News /sport /આજે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયા, હાર્દિકના હાથમાં કમાન

આજે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયા, હાર્દિકના હાથમાં કમાન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ

કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં શુક્રવારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની સીરિઝની પ્રથમ ટી-20 મેચ રમાશે. આ એક યંગ ટીમ ઇન્ડિયા છે, જે ભવિષ્યની તૈયારીને જોતા તૈયાર કરવામાં આવી છે.

    India Tour Of New Zealand: ટી-20 વર્લ્ડકપ 2022માં સેમિ ફાઇનલ સ્ટેજમાંથી બહાર ફેકાયા બાદ હવે ટીમ ઇન્ડિયા પોતાના નવા મિશનનો પ્રારંભ કરી રહી છે. કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં શુક્રવારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની સીરિઝની પ્રથમ ટી-20 મેચ રમાશે. આ એક યંગ ટીમ ઇન્ડિયા છે, જે ભવિષ્યની તૈયારીને જોતા તૈયાર કરવામાં આવી છે.

    આ મેચમાં કેટલાક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે, એક તરફ હાર્દિક પંડ્યા ખુદ જોશમાં છે તો બીજી તરફ કેટલાક એવા ખેલાડી પણ છે જે ખુદને સાબિત કરીને પોતાની જગ્યા ટીમમાં પાક્કી કરવા માંગશે.

    ટી-20 વર્લ્ડકપ બાદ કેટલાક સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, એવામાં યુવા ખેલાડીઓની વાપસી થઇ રહી છે. ખાસ વાત એ છે કે ઉમરાન મલિક ફરી એક વખત વાપસી કરી રહ્યો છે, એવામાં ન્યૂઝીલેન્ડમાં આ બોલરની ધાર જોવા મળશે.

    આવી હોઇ શકે છે બન્ને સંભવિત પ્લેઇંગ-11

    ભારત- શુભમન ગિલ, ઇશાન કિશન, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ,અર્શદીપ સિંહ, ઉમરાન મલિક

    ન્યૂઝીલેન્ડ- ફિન એલન, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડિરેલ મિચેલ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર, ટીમ સાઉથી, એડમ મિલને, લૉકી ફર્ગ્યુસન, બ્લેયર ટિકનર
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन