IND vs NZ : ભારત 139માં આઉટ, ટી-20માં સૌથી મોટો પરાજય

News18 Gujarati
Updated: February 6, 2019, 4:01 PM IST
IND vs NZ : ભારત 139માં આઉટ, ટી-20માં સૌથી મોટો પરાજય
પ્રથમ ટી-20 - ન્યૂઝીલેન્ડ - 219/6, સેફર્ટના 43 બોલમાં 84 રન, ભારતનો 80 રને પરાજય, શ્રેણીની બીજી ટી-20 મેચ 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં રમાશે

પ્રથમ ટી-20 - ન્યૂઝીલેન્ડ - 219/6, સેફર્ટના 43 બોલમાં 84 રન, ભારતનો 80 રને પરાજય, શ્રેણીની બીજી ટી-20 મેચ 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં રમાશે

  • Share this:
ટીમ સેફર્ટની આક્રમક અડધી સદી (84) પછી બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામેની પ્રથમ ટી-20માં 80 રને વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારત 19.2 ઓવરમાં 139 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી-20 મેચ 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં રમાશે.

આ પહેલા રનની દ્રષ્ટીએ ભારતનૌ સૌથી મોટો પરાજય 49 રનનો હતો. જે ઓસ્ટ્રેલિયા સામે 2010માં થયો હતો.

રોહિત શર્મા 1 રને આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. આ પછી ધવન (29) અને વિજય શંકરે (27) બીજી વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. જોકે બંનેના આઉટ થયા પછી ટીમ ઇન્ડિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. રિષભ પંત (4), દિનેશ કાર્તિક (5) અને હાર્દિક પંડ્યા (4) જલ્દી આઉટ થતા ભારતે 77 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ધોની 39 રન બનાવી સાઉથીનો શિકાર બન્યો હતો.

આ પણ વાંચો - આવા છે સ્ટાર ક્રિકેટર્સના ડુપ્લિકેટ, તમે પણ થશો આશ્ચર્યચકિત

આ અગાઉ, ભારતે ટોસ જીતી ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ન્યૂઝીલેન્ડના બંને ઓપનર્સ મુનરો અને સેફર્ટે તોફાની શરૂઆત કરતાં પહેલી વિકેટની ભાગીદારીમાં 86 રન જોડ્યા હતા. મુનરો હાર્દિક પંડ્યાનો શિકાર થયો હતો. સેફર્ટે તોફાની બેટિંગ કરતાં 84 રન કર્યા હતા અને તે ખલીલ અહમદની બોલિંગમાં બોલ્ડ થયો હતો. 20 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ વિકેટ ગુમાવીને 219 રન કર્યા અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 220 રનનો પડકાર આપ્યો હતો. ભારતીય બોલર્સ કિવીઝ બેટ્સમેનો મોટો સ્કોર કરતાં રોકવામાં નિષ્ફળ રહ્યા.

ભારતીય ટીમમાં આજે ત્રણ વિકેટકિપર રમી રહ્યા છે. દિનેશ કાર્તિક અને રિષભ પંત ઉપરાંત ધોની પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ છે. રોહિતે ધોનીને વિકેટકિપરની જવાબદારી સોંપી છે.
First published: February 6, 2019, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading