Home /News /sport /હારમાંથી કંઇ જ નથી શીખી ટીમ ઈન્ડિયા, બે ખેલાડીઓને ટીમમાં સ્થાન ન મળતા ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને

હારમાંથી કંઇ જ નથી શીખી ટીમ ઈન્ડિયા, બે ખેલાડીઓને ટીમમાં સ્થાન ન મળતા ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને

કેપ્ટન હાર્દિક પંડ્યા

INDvsNZ: બીજી મેચમાં ટોસ પછી ભારતની પ્લેઇંગ ઇલેવન ટીમની જાહેરાત થતાં જ ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

    બધાની નજર ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવન પર હતી. આ દરમિયાન ટોસ પછી ભારતની પ્લેઇંગ ઇલેવન ટીમની જાહેરાત થતાં જ ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. વાસ્તવમાં ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી ભારતના બોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.



    ત્યારે ચાહકોને આશા હતી કે હવે ભારતીય ટીમમાં કેટલાક ફેરફારો જોવા મળશે, ખાસ કરીને યુવાઓને બોલિંગમાં તક આપવામાં આવશે. પરંતુ ચાહકોનું માનવું છે કે વર્લ્ડ કપની આ હારની પણ ભારતીય ટીમ મેનેજમેન્ટ પર કોઈ અસર થઈ નથી. ટીમમાં ઉમરાન મલિક અને સંજુ સેમસનને તક ન મળવાને કારણે ચાહકો ખૂબ જ નિરાશ છે અને સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.



    એક ચાહકે ટ્વીટર પર પોતાનો કરીશ ઠાલવતા લખ્યું હતું કે “સ્પષ્ટ છે કે ભારતે વર્લ્ડ કપની હારમાંથી કંઈ શીખ્યું નથી. આ મેનેજમેન્ટે સંજુ સેમસન સામે ભેદભાવની તમામ હદો વટાવી દીધી હતી. જ્યાં સુધી તેઓ સંજુને #INDvsNZ માટે પસંદ ન કરે ત્યાં સુધી હું ભારતની કોઈપણ મેચ જોવાનો નથી.”



    એક ચાહક લખે છે કે આપણી પાસે દુનિયાનો સૌથી ફાસ્ટ બોલિંગ કરનાર ઉમરાન મલિક હોવા છતાં ભુવનેશ્વર કુમારને તક અપાઈ રહી છે, જે ગમે તે કરી શકતો હોય પણ ફાસ્ટ બોલિંગ નહીં.

    આ પણ વાંચો: એક ઇનિંગમાં 277 રન, સતત પાંચ મેચમાં સદી, ધોનીની ટીમના ખેલાડીએ રોહિત-કોહલીનો રેકોર્ડ તોડ્યો

    અગાઉ, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 વરસાદને કારણે યોજાઈ શકી ન હતી અને બાદમાં તે રદ્દ કરવામાં આવી હતી. બીજી T20માં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાએ સંભાળી હતી.

    આ પણ વાંચો: INDvsNZ: સૂર્યા-દિપક ઝળહળ્યા! બીજી ટી-20માં શાનદાર વિજય બદલ હાર્દિક અભિનંદન

    ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી20માં સુર્યકુમારે તેનો શાનદાર દેખાવ જારી રાખતા સદી ફટકારી હતી. જેના પ્રતાપે ભારતને 65 રનથી મોટી જીત મળી હતી. જયારે બોલિંગ પક્ષે દિપક હૂડાએ 4 વિકેટ ઝડપીને ન્યુઝીલેન્ડની ટીમને ઓલઆઉટ કરી હતી. ન્યુઝોલેન્ડ માત્ર 18 ઓવરની રમત રમી શક્યું હતું.

    આ પણ વાંચો: ફરી ઝળહળ્યો સૂર્યા! ન્યુઝીલેન્ડનાં બોલર્સ સામે ફરી વળ્યો, માત્ર 49 બોલમાં ફટકારી દીધી સદી

    હવે આવનારી ત્રીજી ટી20 મેચમાં ચાહકો સંજુ સેમસન અને ઉમરાન મલિકને પ્લેઈંગ ઇલેવનમાં જોવા માંગે છે. આગામી મેચ 22 નવેમ્બરે યોજાશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News in Gujarati, Indian Cricket, Indian cricket news, Team india

    विज्ञापन
    विज्ञापन