કારમા પરાજય પછી ગુસ્સે થયો વિરાટ, પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવા પર ભડક્યો

News18 Gujarati
Updated: March 2, 2020, 4:29 PM IST
કારમા પરાજય પછી ગુસ્સે થયો વિરાટ, પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવા પર ભડક્યો
કારમા પરાજય પછી ગુસ્સે થયો વિરાટ, પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવા પર ભડક્યો

કેપ્ટન વિરાટ કોહલી માટે ન્યૂઝીલેન્ડ પ્રવાસ અત્યાર સુધીનો સૌથી ખરાબ પ્રવાસ રહ્યો છે

  • Share this:
ક્રાઇસ્ટચર્ચ : યજમાન ન્યૂઝીલેન્ડના હાથે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલ પુછવા પર પોતાનો ગુસ્સો બતાવ્યો હતો અને પત્રકારને ઘણું સંભળાવ્યું હતું. ક્રાઇસ્ટચર્ચમાં બીજી ટેસ્ટ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે સલાલ કર્યો હતો કે શું તમારી આક્રમકતા ઓછી કરવાની જરુર છે. આ સવાલ સાંભળી ભારતીય કેપ્ટન આક્રમક થઈ ગયો હતો અને પત્રકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે તમારે અડધી જાણકારી સાથે અહીં આવવું જોઈએ નહીં. તમારે પહેલા પોતાના તથ્ય યોગ્ય રીતે સાબિત કરવાની જરુર છે.

કોહલીએ ટેસ્ટના બીજા દિવસે ટોમ લાથમ અને કીવી કેપ્ટન કેન વિલિયમ્સનના વિકેટની ઉજવણી આક્રમક રીતે કરી હતી. વિરાટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જેમાં તે દર્શકોના એક ગ્રૂપને કેટલાક અપશબ્દો કહેતો જોવા મળે છે. મામલો મોહમ્મદ શમીની ઓવરનો હતો. જ્યારે તેણે પ્રથમ ઇનિંગ્સમાં ટોમ લાથમને આઉટ કર્યો હતો. તેના આ વ્યવહારને લઈને પત્રકારે કોહલીને સવાલ કર્યો હતો.

આ પણ વાંચો - LIVE મેચમાં બની અજીબ ઘટના, બેટ્સમેન આઉટ થતા જ માથામાંથી નીકળવા લાગ્યો ધુમાડો

પત્રકાર - મેદાન પર તમારા વર્તણૂક પર તમારી શું પ્રતિક્રિયા છે. વિલિયમ્સનના આઉટ થયા પછી અને દર્શકો પર આક્રમક થવું. કેપ્ટન તરીરે તમને નથી લાગતું કે મેદાન પર તમારે એક સારું ઉદાહરણ રજુ કરવું જોઈએ?

વિરાટ કોહલી - તમે શું વિચારો છો?

પત્રકાર - મેં તમને સવાલ પૂછ્યો છે?વિરાટ - હું તમને જવાબ પૂછી રહ્યો છું.

પત્રકાર - તમારે સારું ઉદાહરણ રજુ કરવાની જરુર છે.

વિરાટ કોહલી - તમારે એ જાણવાની જરુર છે કે હકીકતમાં શું થયું હતું અને પછી તમે એક સારા સવાલ સાથે અહીં આવો. તમે અડધા-અધુરા સવાલ અને જાણકારી સાથે અહીં આવી શકો નહીં અને જો તમે વિવાદ બનાવવા માંગો છો તો આ યોગ્ય સ્થળ નથી. મે મેચ રેફરી સાથે વાત કરી હતી અને જે પણ કશું થયું છે તેમને કોઈ પરેશાની ન હતી.

કેપ્ટન વિરાટ કોહલી માટે ન્યૂઝીલેન્ડ પ્રવાસ અત્યાર સુધીનો સૌથી ખરાબ પ્રવાસ રહ્યો છે. તે પ્રવાસમાં ફક્ત એક જ અડધી સદી ફટકારી શક્યો હતો. બે ટેસ્ટની ઇનિંગ્સમાં તે 20 રનથી પણ વધારે સ્કોર બનાવી શક્યો ન હતો.
First published: March 2, 2020, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading