એક સિરીઝ, બે ટાઇ, ક્રિકેટ ઇતિહાસની વિરલ ઘટના

News18 Gujarati
Updated: January 31, 2020, 9:53 PM IST
એક સિરીઝ, બે ટાઇ, ક્રિકેટ ઇતિહાસની વિરલ ઘટના
એક સિરીઝ, બે ટાઇ, ક્રિકેટ ઇતિહાસની વિરલ ઘટના

ટાઇ પછી સુપર ઓવરમાં ભારતે વિજય મેળવ્યો

  • Share this:
હેમિલ્ટન : વન-ડે અને ટ્વેન્ટી-20 ક્રિકેટમાં ટાઇ પડવાની ઘટનાઓ અનેકવાર બની હશે. પરંતુ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનની ધરતી પર ક્રિકેટ ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના ઘટી છે. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટ્વેન્ટી-20 મેચ ટાઇમાં પરિણમી હતી. ટાઇ પછી સુપર ઓવરમાં ભારતે વિજય મેળવ્યો હતો. ટાઇ પડેલી આ મેચ એટલા માટે સામાન્ય નહોતી કેમ કે કોઇ સિરીઝમાં સતત બે મેચમાં ટાઇ પડી હોય એવી આ પ્રથમ ઘટના છે. અગાઉ હેમિલ્ટનમાં રમાયેલી સિરીઝની ત્રીજી ટ્વેન્ટી-20 પણ રોમાંચક અંદાજમાં ટાઇમાં પરિણમી હતી. બંને ઘટનાઓમાં સુપર ઓવરમાં ભારતીય ટીમે બાજી મારી લીધી. પરંતુ ટાઇ પડીએ પહેલા સુધી આ બંને મેચ ન્યૂઝીલેન્ડના પડકમાં હતી. પરંતુ આખરી ઓવરમાં ભારતીય બોલર્સે કમાલ કરતા ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા અને કિવી ટીમ પાસેથી જીતનો કોળીયો છીનવી લીધો. એવું કહેવાય છે કે ક્રિકેટમાં કોઇ એક બોલ આખી મેચનું પાસુ પલટી શકે છે. ટાઇ પડેલી છેલ્લી બંને મેચ ક્રિકેટની આ કહેવતને જાણે કે ફ્રી હિટ આપે છે.

સામાન્ય રીતે ન્યૂઝીલેન્ડની ધરતી પર શ્રેણી રમાતી હોય ત્યારે મોટા સ્કોર સાથે ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળતી હોય છે. કેમ કે ન્યૂઝીલેન્ડના ક્રિકેટ ગ્રાઉન્ડ પ્રમાણમાં નાના હોય છે. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની સિરીઝમાં પણ રનના ઢગલા અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળ્યો છે. સાથે દર્શકોને બેવડું મનોરંજન પણ ખરુ જ. પરંતુ આ વખતે ક્રિકેટ ચાહકો જલસો પડી ગયો છે.

આ પણ વાંચો - ચોથી ટી-20 : સુપર ઓવરમાં ભારતે ફરી ન્યૂઝીલેન્ડને હરાવ્યું

એક તરફ ભારતીય ટીમ ધમાકેદાર ફોર્મમાં છે તો બીજી તરફ બે મેચ ટાઇ થતાં સુપર ઓવરનો દિલધડક રોમાંચ માણવા મળ્યો. અને એ પણ સતત બે ટ્વેન્ટી-20માં. છેલ્લી કેટલીક સિરીઝના પરિણામ જોતા કહી શકાય કે ભારતીય ટીમ હાલ જીતના ઘોડા પર સવાર છે. ત્રીજી અને ચોથી એમ બંને મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ જીતની નજીક હતી પરંતુ અંતિમ ઓવર્સમાં બાજી પલટાઇ ગઇ અને બંને ટીમનો સ્કોર એક સરખો થતાં મેચ ટાઇમાં પરિણમી હતી. વન-ડે અને ટ્વેન્ટીમાં ફ્રી હિટનો ઉમેરાતા તેનો રોમાંચ બેવડાયો છે એમ સતત બે મેચમાં બે સુપર ઓવરની ઘટના બનતા આ અઠવાડીયામાં પ્રશંસકોને ક્રિકેટના રોમાંચનો ડબલ ડોઝ મળ્યો છે.
First published: January 31, 2020, 9:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading