મેદાન વચ્ચે ધવન પર ભડક્યો હાર્દિક, Live મેચમાં આવી રીતે આપી 'શિખામણ'

ઓલરાઉન્ડરની રેસમાં ત્રણ નામોની ચર્ચા થઈ રહી છે તેમાં બે ગુજરાતીઓ છે પરંતુ સૌથી ટોપ પર હાર્દિક પંડ્યા છે.

 • Share this:
  છેલ્લા થોડાક દિવસોથી વિવાદમાં રહેલા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ત્રીજી વનડેમાં વાપસી કરી લીધી છે. બેન ખતમ થયા બાદ પોતાની પહેલી જ મેચમાં હાર્દિક પંડ્યાએ મેદાન વચ્ચે કંઈક એવું કરી દીધું, જેના કારણે લોકોની નજરમાં આવી ગયો.

  ત્રીજી વનડેમાં હાર્દિક પંડ્યાને વિરાટ કોહલીએ બોલિંગ સોંપી તો તેની બીજી જ ડિલીવરી પર શિખર ધવને ખરાબ ફીલ્ડિંગ કરી. ધવને ખૂબ જ ખરાબ થ્રો ફેંક્યો, જેના કારણે ન્યૂઝીલેન્ડને ઓવર થ્રોનો વધુ એક રન મળ્યો. ધવનનો આવો થ્રો જોઈ હાર્દિક પંડ્યા નારાજ થઈ ગયો અને તેણે ધવનની તરફ જોઈને કંઈક કહ્યું.


  હાર્દિક પંડ્યાએ આવી રીતે આપ્યો જવાબ
  શિખર ધવનની ખરાબ ફીલ્ડિંગથી નારાજ થયા બાદ હાર્દિક પંડ્યાએ પોતાની ફીલ્ડિંગથી તેને જવાબ આપ્યો. થોડી ઓવર જ બાદ હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનો જોરદાર કેચ પકડ્યો.   યુજવેન્દ્ર ચહલના આ બોલને વિલિયમસને મિડવિકેટ તરફ હવામાં ધકેલ્યો. ત્યાં હાર્દિક પંડ્યા તૈયાર ઊભો હતો અને તેણે પોતાની ડાબી બાજુ ફુલ લેંથ ડાઇવ લગાવીને બંને હાથે કેચ પકડી લીધો.
  Published by:Mrunal Bhojak
  First published: