Home /News /sport /India vs New Zealand, 2nd Test: ટીમ ઇન્ડિયાએ ઘર આંગણે સતત 14મી ટેસ્ટ સિરીઝ જીતી, ન્યુઝીલેન્ડને 372 રનથી હરાવ્યું

India vs New Zealand, 2nd Test: ટીમ ઇન્ડિયાએ ઘર આંગણે સતત 14મી ટેસ્ટ સિરીઝ જીતી, ન્યુઝીલેન્ડને 372 રનથી હરાવ્યું

ભારત vs ઓસ્ટ્રેલિયા-2021  (IND vs AUS 2021)  આ મેચમાં સ્ટીવ સ્મિથે 131 અને લાબુશેને 91 રન બનાવ્યા હતા. તો ભારત તરકફથી ઋષભ પંતે 97, ચૈતેશ્વર પુજારાએ 77 અને રોહિત શર્મા તથા શુબમન ગીલે અર્ધી સદીનું યોગદાન આપ્યું હતું, જો કે આ મેચ ડ્રો થઇ હતી.

India vs New Zealand, 2nd Test: ભારતે સોમવારે બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડને 372 રને કારમો પરાજય આપીને બે મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. આ ભારતીય ક્રિકેટ ટીમનો ઘરઆંગણે સતત 14મો ટેસ્ટ સિરીઝ વિજય છે.

  નવી દિલ્હી. ભારતે સોમવારે બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડને 372 રને કારમો પરાજય આપીને બે મેચની શ્રેણી 1-0 (India vs New Zealand)થી જીતી લીધી છે. ન્યુઝીલેન્ડની ટીમ 540 રનના મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરતા તેના બીજા દાવમાં 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 62 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર ડિકલેર કર્યો હતો. બંને ટીમો વચ્ચે કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. આ ભારતીય ક્રિકેટ ટીમનો ઘરઆંગણે સતત 14મો ટેસ્ટ સિરીઝ વિજય છે. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની આ સૌથી મોટી જીત પણ છે. આ પહેલાની જીત 2015માં દક્ષિણ આફ્રિકા સામે 337 રનની હતી.

  મેચનો ચોથો દિવસ રહ્યો જયંત યાદવને નામ

  મેચનો ચોથો દિવસ જયંત યાદવ (Jayant Yadav)ના નામે રહ્યો. તેણે મેચના ચોથા દિવસે ભારતને ચાર સફળતા અપાવી. એક સફળતા રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) અપાવી હતી. ચોથા દિવસે ભારતને જીતવા માટે 5 વિકેટની જરૂર હતી. જયંત યાદવે વિલ સમરવિલે, કાયલ જેમ્સન, ટિમ સાઉદી અને રચિન રવિન્દ્રને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જયંતની આ શાનદાર બોલિંગના દમ પર ભારતે ચોથા દિવસે પ્રથમ સેશન સમાપ્ત થવાના ઘણા સમય પહેલા જ ન્યૂઝીલેન્ડ પર વિજય મેળવ્યો હતો.

  પ્રથમ ઇનિંગમાં 325 અને બીજી ઇનિંગમાં ભારતે બનાવ્યા 276 રન

  ન્યુઝીલેન્ડ (IND vs NZ) સામે 540 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યા પછી ભારતે ત્રીજા દિવસે પાંચ વિકેટ ઝડપીને બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં રવિવારે મોટી જીત નિશ્ચિત કરી લીધી હતી. ન્યુઝીલેન્ડે ત્રીજા દિવસની ગેમ પૂરી થવા સુધીમાં તેની બીજી ઇનિંગમાં પાંચ વિકેટે 140 રન બનાવ્યા હતા. પોતાની પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવનાર ભારતે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર ડિક્લેર કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 62 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

  આ પણ વાંચો: IPL 2022: આ ખેલાડીઓનાં પગાર પર ફરી કરોડોની કાતર, જાણો અક્ષર પટેલનો પગાર કેટલો ઘટ્યો

  ભારતીય બોલરો સામે ટકી શક્યું ન હતું ન્યુઝીલેન્ડ

  ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો સહજતાથી બેટિંગ કરી શક્યા ન હતા. ડેરીલ મિશેલે 92 બોલમાં 60 રન બનાવ્યા હતા. સ્ટમ્પ ઉખડવાના સમયે હેનરી નિકોલ્સ 36 અને રચિન રવીન્દ્ર બે રને રમી રહ્યા હતા. ભારત તરફથી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 27 રનમાં ત્રણ અને ડાબોડી સ્પિનર અક્ષર પટેલે 42 રનમાં એક વિકેટ લીધી હતી. અશ્વિને ટી બ્રેક પહેલાં ટોમ લાથમ (06)ને એલબીડબ્લ્યુ આઉટ કર્યો, જેમાં બેટ્સમેન 'રિવ્યુ' પણ ગુમાવી બેઠો. અશ્વિને આ આઠમી વખત લાથમને પેવેલિયન ભેગો કર્યો.

  ભારતે બતાવી આક્રમક બેટિંગ

  આ પહેલા ભારતે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેની બીજી ઈનિંગમાં ઓપનર મયંક અગ્રવાલ (108 બોલમાં 62), ચેતેશ્વર પૂજારા (97 બોલમાં 47), શુભમન ગિલ (75 બોલમાં 47), અક્ષર પટેલ (26 બોલમાં અણનમ 41) અને કેપ્ટન વિરાટ કોહલી (84 બોલમાં 36)એ તેની ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી.

  આ પણ વાંચો: Ajaz Patel: ભારતની 14 વિકેટ લેનાર એજાઝ પટેલનો Viral Video,હજુ પણ વતન ભરૂચની જ બોલી બોલે છે ખેલાડી

  એજાઝ પટેલનો 10 વિકેટનો કારનામો થયો બેકાર

  ન્યુઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલ, જેણે પ્રથમ દાવમાં 119 રનમાં તમામ 10 વિકેટ લીધી હતી, તેણે બીજી ઇનિંગમાં 106 રન આપીને ચાર વિકેટ લીધી હતી જ્યારે રચિન રવિન્દ્રએ 56 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. પટેલે આ મેચમાં 225 રન આપીને 14 વિકેટ ઝડપી હતી. ભારત સામે કોઈ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું તેમ છતાં ન્યુઝીલેન્ડ મેચ જીતી શક્યું ન હતું.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Cricket New in Gujarati, IND vs NZ, IND vs NZ Test, India vs new zealand, Indian cricket news, ભારત, રમતજગત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन