Home /News /sport /IND vs NZ: બીજી ટેસ્ટમાં ભારતે આપેલા તોતિંગ ટાર્ગેટનો પીછો કરવો અસંભવ! ન્યૂઝીલેન્ડની સસ્તામાં 3 વિકેટ પડી
IND vs NZ: બીજી ટેસ્ટમાં ભારતે આપેલા તોતિંગ ટાર્ગેટનો પીછો કરવો અસંભવ! ન્યૂઝીલેન્ડની સસ્તામાં 3 વિકેટ પડી
Virat Kohli એવું માને છે કે જો ફિટનેસ પર ધ્યાન આપે તો અક્ષર પટેલ ટીમ માટે લાંબુ રમી શકે છે
IND vs NZ 2nd Test Live Score Updates: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં (IND vs NZ Test Day 3) યોજાયેલી મેચમાં ત્રીજા દિવસની અપડેટ ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ બચાવવી કપરા ચઢાણ, જાણો અપડેટ્સ
IND vs NZ 2nd Test Live Score Updates: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં (IND vs NZ Second Test Mumbai) રમાઈ રહી છે. ભારતે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર ડિકલેર કર્યો અને ન્યુઝીલેન્ડને બીજી અને અંતિમ ટેસ્ટ મેચ જીતવા માટે 540 રનનો (India Gave Target of 540 Runs in Second Test) મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો. ભારતે પ્રથમ દાવમાં 325 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં ભારતીય ટીમે સાત વિકેટના નુકસાને 276 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી મયંક અગ્રવાલે 62, ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલે 47-47 અને વિરાટ કોહલીએ 36 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 26 બોલમાં 41 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે ચાર અને રચિન રવિન્દ્રએ ત્રણ વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડ માટે કપરા ચઢાણ : બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ માટે કપરા ચઢાણ છે. બીજી ટેસ્ટની શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડ સસ્તામાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. 63 રનના સ્કોરે ન્યૂઝીલેન્ડની ત્રણ વિકેટ પડી જતા 540 રનનો તોતિંગ ટાર્ગેટ અને ટેસ્ટના બે દિવસ રમત કાઢવી મુશ્કેલ છે. આજનો અને કાલનો દિવસ રમવું આ પીચ પર લગભગ અશક્ય જણાઈ રહ્યું છે ત્યારે ન્યૂઝીલેન્ડ આ ટેસ્ટમાં ધીમી ગતિએ હાર તરફ જ છે.
રવિચંદ્રન અશ્વિને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. અશ્વિને ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને લેગ બિફોર આઉટ કર્યો હતો ન્યુઝીલેન્ડનો સ્કોર-13/1 થયો હતો. ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ 45 રનના સ્કોર પર પડી હતી. રવિચંદ્રન અશ્વિને વિલ યંગ (20)ને સબસ્ટિટ્યૂટ સૂર્યકુમાર યાદવના હાથે આઉટ કરાવ્યો હતો. આ સાથે અશ્વિને આ વર્ષે ટેસ્ટમાં 50 વિકેટ પણ પૂરી કરી છે. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો છે અને તે વર્તમાન વર્ષમાં ટેસ્ટ ફોર્મેટમાં 50 વિકેટ પૂરી કરનાર બોલર બની ગયો છે. ખાસ વાત એ છે કે તેણે ચોથી વખત આ કમાલ કરી બતાવી છે.
ભારતની બીજી ઇનિંગમાં ઓપનર મયંક અગ્રવાલે 62, ચેતેશ્વર પુજારાએ 47, શુભમન ગિલે 47, અક્ષર પટેલે 41 અણનમ અને કેપ્ટન વિરાટ કોહલીએ 36 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ દાવમાં તમામ 10 વિકેટ લેનાર સ્પિનર એજાઝ પટેલે 106 રનમાં ચાર વિકેટ લીધી હતી જ્યારે રચિન રવિન્દ્રએ 56 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર