ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વન-ડેમાં ભારત સામે આસાનીથી હારી ગઈ હતી. નેપિયરમાં રમાઈ રહેલી પ્રથમ વન-ડેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ ટીમ 38 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમ્સને અડધી સદી ફટકારી હતી. કુલદીપ યાદવે 4, શમીએ 3 અને ચહલે 2 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 34.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન વચ્ચે સોશિયલ મીડિયા ઉપર ધોની ટ્રેન્ડ થયો હતો. કારણ કે ધોની વિકેટ પાછળ સ્પિનર્સને સલાહ આપતો જોવા મળ્યો હતો. જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ 38 ઓવર જ ટકી શકી હતી.
ધોનીએ તૈયાર કરી બ્લૂ પ્રિન્ટ
નેપિયર વન-ડેમાં એમએસ ધોની વિકેટ પાછળ ઘણો એક્ટિવ જોવા મળ્યો હતો. સ્પિનર્સ જ્યારે બોલિંગ કરતા હતા ત્યારે ધોની સતત સલાહ આપતો હતો. ધોની ફિલ્ડ સેટિંગથી લઈને બોલ વેરિએશનના મુદ્દે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને સલાહ આપતો જોવા મળ્યો હતો. તેનું પરિણામ એ આવ્યું કે બંને સ્પિનરે મળીને ન્યૂઝીલેન્ડની 6 વિકેટો ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટ્રેન્ટ બોલ્ટને આઉટ કરવામાં પણ ધોનીનો મોટો ફાળો હતો. ધોનીએ કુલદીપ યાદવને કહ્યું હતું કે આ આંખ બંધ કરીને રોકશે. આને દુસરા વાળો નાખી શકે છે. ધોનીની આ સલાહ પછી કુલદીપે બોલ્ટને ગુગલી ફેકી હતી અને તે રોહિત શર્માને હાથે કેચ આઉટ થયો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર