347 રન બનાવ્યા છતાં ટીમ ઇન્ડિયાનો પ્રથમ વન-ડેમાં થયો પરાજય

News18 Gujarati
Updated: February 5, 2020, 5:01 PM IST
347 રન બનાવ્યા છતાં ટીમ ઇન્ડિયાનો પ્રથમ વન-ડેમાં થયો પરાજય
ટેલર 84 બોલમાં 109 રન બનાવી અણનમ રહ્યો

ઐયરે 107 બોલમાં 11 ફોર અને 1 સિક્સરની મદદથી 103 રન બનાવ્યા, ટેલરના 84 બોલમાં અણનમ 109 રન

  • Share this:
હેમિલ્ટન : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બરાબર કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી ભલે 5-0થી પોતાના નામે કરી લીધી હોય પણ વન-ડે શ્રેણી અલગ રહેશે. તેની વાત સાચી રહી છે. ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વન-ડે ધમાકેદાર અંદાજમાં ચાર વિકેટે પોતાના નામે કરી છે. ભારતે 50 ઓવરમાં 4 વિકેટે 347 રન બનાવ્યા હતા. જવાબમાં રોસ ટેલરની આક્રમક સદી અને ટોમ લાથમના આક્રમક 69 રનની મદદથી ન્યૂઝીલેન્ડે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.

ટેલર 84 બોલમાં 109 રન બનાવી અણનમ રહ્યો હતો. પોતાની વન-ડે કારકિર્દીની 21મી સદીમાં ટેલરે 10 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 8 ફેબ્રુઆરીના રોજ ઓકલેન્ડમાં રમાશે.

આ પણ વાંચો - એકસમયે પાણીપુરી વેચતો હતો, હવે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં ફટકારી સદી

આ પહેલા ભારત તરફથી પૃથ્વી શો અને મયંક અગ્રવાલે શાનદાર શરુઆત અપાવી હતી. જોકે પૃથ્વી 20 અને અગ્રવાલ 32 રને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી (51) અને શ્રૈયસ ઐયરે ત્રીજી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી. વિરાટે 63 બોલમાં 6 ફોરની મદદથી 51 રન બનાવ્યા હતા. ઐયરે કેએલ રાહુલ સાથે બાજી સંભાળી હતી. ઐયરે 107 બોલમાં 11 ફોર અને 1 સિક્સરની મદદથી 103 રન બનાવ્યા હતા. તેણે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ઐયરના આઉટ થયા પછી રાહુલે બાજી સંભાળી હતી. રાહુલે 64 બોલમાં 3 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 88 રન બનાવ્યા હતા. કેદાર જાધવે 15 બોલમાં 26 રન બનાવ્યા હતા.
First published: February 5, 2020, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading