પ્રેક્ટિસ મેચમાં ખુલી ટીમ ઇન્ડિયાની પોલ, 8 બોલ ખતમ થયો ધવન-પૂજારાનો ખેલ

તસવીર - ટ્વિટર

 • Share this:
  ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયાની પોલ ખુલી ગઈ છે. અસેક્સ સામે રમાય રહેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે ભારતીય બેટ્સમેન શિખર ધવન અને ચેતેશ્વર પૂજારા ફક્ત 5 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા. શિખર અને પૂજારા બંને વિકેટ પાછળ કેચ આઉટ થયા હતા. ધવન પ્રથમ બોલે જ આઉટ થયો હતો. જ્યારે પૂજારા 7 બોલમાં 1 રન બનાવી શક્યો હતો. બંને બેટ્સમેનોની વિકેટ ફાસ્ટ બોલર મેટ કોલ્સે ઝડપી હતી.

  હરી પિચ અને સ્વિંગ સામે બેબસ
  શિખર ધવન અને પૂજારાના સસ્તામાં આઉટ થવાનું કારણ હરી પિચ અને સ્વિંગ હતું. મેટ કોલ્સે ધવનને પ્રથમ બોલ સ્વિંગ ફેક્યો હતો. જે બેટને અડીને વિકેટકિપરના હાથમાં ગયો હતો. આ પછી પૂજારા પણ વિકેટકિપરના હાથે કેચ આઉટ થયો હતો.

  કોહલી અને વિજય બાજી સંભાળી

  વોર્મઅપ મેચમાં અંતિમ સમાચાર મળ્યા ત્યારે ભારતે 3 વિકેટે 120 રન બનાવી લીધા છે. સુકાની વિરાટ કોહલી અને મુરલી વિજયે બાજી સંબાળી હતી. વિજય 52 અને કોહલી 45 રને રમતમાં છે. આ પહેલા અજિંક્ય રહાણે 17 રન બનાવી આઉટ થયો હતો.
  Published by:Ashish Goyal
  First published: