Home /News /sport /

માત્ર એક સ્ટાર પર ફોકસ અને અસુરક્ષાની ભાવનાએ બગાડ્યા ટીમ ઈન્ડિયાના ગ્રહ

માત્ર એક સ્ટાર પર ફોકસ અને અસુરક્ષાની ભાવનાએ બગાડ્યા ટીમ ઈન્ડિયાના ગ્રહ

  પાછલા વર્ષે શ્રીલંકા પ્રવાસની વાત છે. કોલંબો ટેસ્ટથી પહેલા નેટ્સ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીનો મૂડ થયો કે, તેઓ બેટિંગની જગ્યાએ બોલિંગ કરશે. કેપ્ટને હાથમાં બોલ લીધો અને તેમને ચાર ઓવર નાંખી. આ દરમિયાન કોચ રવિ શાસ્ત્રી તેમની બોલિંગ પર નજર રાખવા માટે ત્યાં જ હાજર હતા. સાથે નેટ્સ પર બાકી પણ બેટ્સમેન હતા પરંતુ હેડ કોચ શાસ્ત્રીનો બધા જ ધ્યાન બોલર કોહલી પર જ હતો. તમને લાગશે કે, આપણે અચાનક શ્રીલંકા પ્રવાસની કેમ વાતો કરીએ છીએ. માત્ર તેટલા માટે કે, ટીમ કેવી રીતે ચાલી રહી છે આનો અંદાજો મળે. આ કિસ્સો પોતાની રીતે ઘણું બધું કહી જાય છે કે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના કામની સ્ટાઈલ શું છે.

  ઈંગ્લેન્ડમાં કેમ હારી ટીમ ઈન્ડિયા

  ઈંગ્લેન્ડમાં સિરીઝમાં 1-4થી હાર્યા પછી ઘણા બધા કારણો ગણાવવામાં આવી રહ્યાં છે. ઘણા બધા નિષ્ણાતોના મંતવ્ય વાંચવા મળ્યા. જેમાંથી એક તે પણ છે કે, ટીમ ઈન્ડિયા સારૂ રમી પરંતુ હારી કેમ તે શોધવું જરૂરી છે.

  જે સિરીઝમાં ઈંગ્લેન્ડનું ટોપ બેટિંગ ઓર્ડર ફેલ રહ્યું, મીડર ક્લાસ પણ ડગમગતું નજરે પડ્યું, આવી મેચમાં ટીમ ઈન્ડિયા ને એકતરફી હાર મળી છે. બર્મિંગહામમાં તો ટીમ ઈન્ડિયા માત્ર 194 જેવા નજીવા ટાર્ગેટ સુધી પહોંચતા પહેલા જ ઢેર થઈ ગઈ હતી. સાઉથૈમ્પટનમાં પણ 245 રન ટીમ ઈન્ડિયા ના બનાવી શકી. એવામાં ટીમ સારૂ રમી છે કે, ખરાબ તેના પર શોધ નહી પૂરેપૂરૂ સંશોધન જ થવું જોઈએ.

  શું ખરેખર જીતની ગેરંટી છે શાસ્ત્રી અને કોહલીની જોડી!

  આ હારના કારણોમાંથી એક કોચ અને કેપ્ટનની જોડી પણ છે. શાસ્ત્રીનું બધુ જ ફોકસ વિરાટ પર છે. જ્યારે પણ તેમને તક મળે છે, તેઓ વિરાટની વાત કર છે. પોતે ટીમ પણ મેદાન પર વિરાટ પર જ નિર્ભર જોવા મળી. આની ટીમ પર નકારાત્મક અસર સ્પષ્ટ દેખાવા લાગી છે.  તે વાંતની કદાચ જ કોઈ તપાસ કરશે કે ઈંગ્લેન્ડના પ્રવાસ પર જવાથી પહેલા મોટા સ્કોર ઉભા કરી રહેલા બેટ્સમેનો ઈંગ્લેન્ડ સામે લાચારોની જેમ હથિયાર કેમ નાંખી દીધા. શિખર ધવન એક ઉદાહરણ છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પર જવાથી પહેલા શિખરે શ્રીલંકામાં ત્રણ ટેસ્ટ રમ્યો. ગોલમાં તે બેવડી સદીથી માત્ર દસ રન દૂર રહ્યો. પલ્લેકેલેમાં તે 119 રન બનાવીને આઉટ થયો. તે ત્રણ મેચોમાં શિખરે 89.50ની એવરેજથી ચાર ઈનિંગમાં 358 રન બનાવ્યા હતા.

  ચેતેશ્વર પૂજારાએ પણ આ સિરીઝથી પહેલા શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની ચાર ઈનિંગમાં બે શતક સહિત 309 રન બનાવ્યા હતા, પરંતુ બર્મિંગહામ ટેસ્ટમાં તે બહાર બેસ્યો હતો. ટીમ નોર્ટિંગહામમાં જીતી. આ શ્રેય પ્રથમ ઈનિંગ (159 રન) કેપ્ટન કોહલી અને રહાણે અને બીજીમાં પુજારા (72) સાથે બનેલ 113 રનની પાર્ટનરશિપને જાય છે.

  હેડ કોચનું તર્ક છે કે, ટીમના નિર્ણય લેતી વખતે કેપ્ટન જ બોસ હોય છે. આ તર્કને સ્વીકાર કરવામાં કોઈ જ વાંધો નથી, પરંતુ નિર્ણય ખોટા સાબિત થાય છે તો ટીમ મેનેજમેન્ટમાંથી કોઈપણ ચૂપ રહે તે પણ એક અપરાધ છે.

  ડરેલા ખેલાડી કેવી રીતે મેચ જીતશે!
  વિરાટ કેપ્ટન અને રવિ શાસ્ત્રી કોચ બન્યા પછી ટીમ ઈન્ડિયા વનડે અને ટેસ્ટ બેટિંગ ઓર્ડર હજું સુધી વ્યવસ્થિત રીતે નક્કી કરી શકી નથી. વારં-વાર પરિવર્તનથી અસુરક્ષાની ભાવના પેદા થવી નક્કી છે અને આની અસર અસુરક્ષા અનુભવી રહેલા ખેલાડીઓની સાથે-સાથે આખી ટીમ પર પડે છે.  કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલી 39માંથી 38માં બદલેલી ટીમને લઈને મેદાન પર ઉતર્યો છે. મામલો માત્ર બેટ્સમેનનો જ નથી, તે પરિવર્તનના કારણે બોલિંગને લઈને કરેલા નિર્ણયનો પ્રભાવ પણ ટીમના પ્રદર્શન પર પડી રહ્યો છે.

  કેપ્ટન જ્યારે કહે છે કે, તેમની ટીમનો દરેક ખેલાડી જીત માટે જ રમ્યો છે તો તેમની વાત પણ માની લેવી જોઈએ, પરંતુ ટેસ્ટમાં નંબર વન ટીમની આટલી ખરાબ હાલત કેમ થઈ? આના માટે તો કોઈએ જવાબદારી તો લેવી જોઈએ જે અત્યાર સુધી થયું નથી.

  ક્રિકેટ ફેન્સ ખુબ જ નારાજ છે અને તેમના સાથે વિશ્વાસઘાત થયો હોય તેવું અનુભવી રહ્યાં છે. ટીમ માટે ગભરાવવાની જરૂરત નથી કેમ કે વેસ્ટ ઈન્ડિઝ ટીમની ભારતના પ્રવાસની ટિકિટો બુક થઈ ચૂકી છે. પોતાની પિચો પર આ ટીમને પેટભરીને માર માર્યા બાદ ઈંગ્લેન્ડ પ્રવાસ બધા ભૂલી જશે અને કોઈ તેને લઈને પ્રશ્ન પણ પૂછશે નહી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: India vs england, Team india, Virat kohali, રવિ શાસ્ત્રી

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन