India vs England Test series: ભારતીય ક્રિકેટ ટીમે(Indian Cricket Team) 4 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. તે પહેલા ટીમ ઇન્ડિયા કાઉન્ટી ટીમ સામે બે પ્રેક્ટિસ મેચ રમશે.
India vs England Test series: ભારતીય ક્રિકેટ ટીમે(Indian Cricket Team) 4 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. તે પહેલા ટીમ ઇન્ડિયા કાઉન્ટી ટીમ સામે બે પ્રેક્ટિસ મેચ રમશે.
નવી દિલ્લી: ન્યુઝીલેન્ડના સામે ડબ્લ્યુટીસીની ફાઇનલ હારી ગયા બાદ હવે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ (India vs England)સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થશે. હાલમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં જ રજા ભોગવી રહી છે અને 14 જુલાઈએ તમામ ખેલાડીઓ ફરી ડરહામમાં એકત્ર થશે. આ દરમિયાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે રાહતના સમાચાર છે. કોહલી ટેસ્ટ સિરીઝ પહેલા કોઈ ફર્સ્ટ ક્લાસ મેચ ન મળતાં નારાજ હતો. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (BCCI)એ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ને કાઉન્ટી ટીમો સામેની 2 પ્રેક્ટિસ મેચ માટે રાજી કરી દીધું છે. બંને પ્રેક્ટિસ મેચ ડરહામમાં જ રમાશે.
દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, બીસીસીઆઈએ તમામ ભારતીય ખેલાડીઓને રજા બાદ ડરહામના અમીરાત રિવરસાઇડ પર એકઠા થવા જણાવ્યું છે. પ્રથમ પ્રેક્ટિસ મેચ ચાર દિવસની હશે જે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં રમાશે. જો કે, કાઉન્ટી ટીમ સામે ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ રમશે, તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પછી, ભારતીય ટીમ ત્રણ દિવસમાં ટીમ કાઉન્ટીની પસંદગી -11 સામે રમશે.
મહત્વનું છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final 2021) ની ફાઇનલમાં હાર બાદ કોહલીએ કહ્યું હતું કે, તેની ટીમ ટેસ્ટ સિરીઝ પહેલા પ્રેક્ટિસ મેચ રમવા માંગતી હતી પરંતુ તેની વિનંતીને કેમ નકારી કાઢવામાં આવી તે તેમને ખબર નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા ભારતીય ટીમને એક પણ વોર્મ-અપ મેચ મળી નહતી જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમી હતી.
બીસીસીઆઈએ કોઈ પણ આંતરરાષ્ટ્રીય શ્રેણી પહેલા વિદેશી પ્રવાસ પર ઇન્ડિયા એ ટૂરની વ્યવસ્થા કરવા પહેલ કરી હતી. જે અંતર્ગત ભારતીય ટીમ ભારત એ સામે પ્રેક્ટિસ મેચ રમશે. જો કે, આ વિચાર કોરોના રોગચાળાને કારણે સાકાર થઈ શક્યો નથી. બીસીસીઆઈએ ઇસીબીને ભારતીય ટીમ જુલાઇમાં રમવાનારી બે સત્તાવાર ફર્સ્ટ ક્લાસ મેચ રદ કરવા જણાવ્યું હતું. ભારત એ ટીમનો પ્રવાસ પણ તે જ સમયે યોજાવાનો હતો. ભારત અને ભારત એ વચ્ચે બે સત્તાવાર ફર્સ્ટ ક્લાસ મેચ યોજાવાની હતી પરંતુ તે મેચ ઇસીબી સાથે વાતચીત બાદ રદ કરવામાં આવી હતી.
વિરાટ કોહલી અને ઘણા ભૂતપૂર્વ કેપ્ટન દ્વારા સવાલો ઉઠાવ્યા બાદ બીસીસીઆઈએ ગત સપ્તાહે પ્રેક્ટિસ મેચ યોજવાની પહેલ કરી હતી. આ મામલે સામેલ લોકોનું કહેવું છે કે, બીસીસીઆઈએ ઇસીબીને પ્રેક્ટિસ મેચ યોજવા વિનંતી કરી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર