પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાન્સ મૂવ્સ કરતો જોવા મળ્યો વિરાટ કોહલી, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: August 30, 2018, 4:15 PM IST
પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાન્સ મૂવ્સ કરતો જોવા મળ્યો વિરાટ કોહલી, જુઓ વીડિયો
પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાન્સ મૂવ્સ કરતો જોવા મળ્યો વિરાટ કોહલી

બેટ લઈને પોતાના પગથી જે રીતે તેણે સ્ટેપ કર્યા હતા તે શાનદાર હતા. સાથે કોહલી આ દરમિયાન રવિન્દ્ર જાડેજાની બેટિંગ સ્ટાઇલની કોપી કરતા તેના સ્ટેપ લીધા હતા

  • Share this:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. બુધવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન ભારતીય સુકાની વિરાટ કોહલી પોતાના ડાન્સ મૂવ્સ દેખાડતો જોવા મળ્યો હતો. બેટ લઈને પોતાના પગથી જે રીતે તેણે સ્ટેપ કર્યા હતા તે શાનદાર હતા. સાથે કોહલી આ દરમિયાન રવિન્દ્ર જાડેજાની બેટિંગ સ્ટાઇલની કોપી કરતા તેના સ્ટેપ લીધા હતા અને પછી હસવા લાગ્યો હતો. ભારતીય સુકાનીએ નેટ પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કરી ન હતી. વિરાટ સ્પેશ્યલ ફિલ્ડિંગ ડ્રિલમાં ભાગ લેતો જોવા મળ્યો હતો.

આ સાથે કોહલીએ રિષભ પંત સાથે અલગથી વાતચીત કરી હતી અને તેને સમજાવ્યો હતો. વિરાટ કોહલી પ્રેક્ટિસ સેશન દરમિયાન ફૂટબોલ રમતો પણ જોવા મળ્યો હતો. તેણે ગોલકીપનો રોલ ભજવ્યો હતો.


ભારત ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી પાછળ છે. ચોથી ટેસ્ટમાં વિજય મેળવી ભારત શ્રેણી સરભર કરવા પ્રયત્ન કરશે.
First published: August 30, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading