મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝના એવોર્ડ પર વિરાટ કોહલીએ કર્યો સવાલ, કહી મોટી વાત

  • Share this:
    નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરીઝ બાદ ટી-20 સીરીઝ અને હવે વન-ડે સીરીઝ પર જીતી લીધી છે. અંતિમ મેચમાં ભારતીય ટીમે 7 રનથી જીત મેળવી હતી છેલ્લી વનડે મેચમાં વિજય બાદ વિરાટ કોહલી ખૂબ જ આંચકો લાગ્યો હતો. વિરાટ કોહલીના આશ્ચર્યનું કારણ મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ એવોર્ડ્સ હતા. વન ડે સિરીઝની છેલ્લી મેચમાં ટોમ કારેનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે સૌથી વધુ રન બનાવનાર જોની બેરસ્ટોને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો. ત્રીજી વનડેની સમાપ્તિ પછી વિરાટ કોહલીએ કહ્યું કે, તેમના મતે આ એવોર્ડ્સ શાર્દુલ ઠાકુર અને ભુવનેશ્વર કુમારને મળવા જોઈએ.

    વનડે સિરીઝની જીત બાદ વિરાટ કોહલીએ કહ્યું, 'મને આશ્ચર્ય છે કે, શાર્દુલ ઠાકુર મેન ઓફ ધ મેચ નથી અને ભુવનેશ્વર કુમાર મેન ઓફ ધ સિરીઝ નથી. સાથે જ કૃષ્ણા અને કૃણાલ પંડ્યાએ પણ ખૂબ પ્રભાવિત કર્યા જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં જબરદસ્ત બોલિંગ કરી હતી. મહત્વનું છે કે, શાર્દુલ ઠાકુરે છેલ્લી વનડેમાં 4 વિકેટ લીધી હતી, જ્યારે ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં ફક્ત 42 રન આપીને 3 વિકેટ લીધી હતી.

    ભુવનેશ્વર કુમાર મેન ઓફ ધ સિરીઝનો હકદાર
    ભુવનેશ્વર કુમાર સાચે જ મેન ઓફ ધ સિરીઝનો હકદાર બન્યો હતો કારણ કે, બંને ટીમો ત્રણેય વનડેમાં દર વખતે 300થી વધુ રન બનાવ્યા હતા. મતલબ કે, પુણેની પિચ બેટિંગ માટે સારી હતી. અને ભુવનેશ્વર કુમારે આવી વિકેટ પર શાનદાર બોલિંગ કરી હતી. ભુવનેશ્વર કુમારે શ્રેણીમાં 29 ઓવરમાં માત્ર 135 રનમાં 6 વિકેટ લીધી હતી. ભુવીનો ઈકોનોમી દર 4.65 હતો. બીજી બાજુ, શાર્દુલ ઠાકુરે શ્રેણીમાં સૌથી વધુ 7 વિકેટ લીધી હતી અને ત્રીજી વનડેમાં શાર્દુલને 4 વિકેટ ઝડપી હતી. શાર્દુલે મહત્વના પ્રસંગોમાં મલાન, બટલર, લિવિંગસ્ટોન અને આદિલ રાશિદની વિકેટ લીધી હતી.

    સેમ કરેનને ત્રીજી વનડેમાં મેચ ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ડાબા હાથનો આ બેટ્સમેન 8 નંબર પર ઉતર્યો હતો અને 83 બોલમાં 95 રનની ઇનિંગ્સ બનાવ્યો હતો. તે કરેન જ હતો જેણે મેચને અંતિમ બોલ સુધી પહોંચાડી હતી પરંતુ અંતે ભારત જીત્યું હતું.

    જોની બેરસ્ટ્રો મેન ઓફ ધ સિરીઝ બન્યો
    સૌથી વધુ 219 રન ફટકારવા બદલ જોની બેરસ્ટ્રોને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. તેની બેટિંગ એવરેજ 73ની હતી અને તેણે સદી અને અડધી સદી ફટકારી હતી. બેરસ્ટોએ શ્રેણીમાં કુલ 14 સિક્સર ફટકારી હતી.
    Published by:kuldipsinh barot
    First published: