કોહલીએ જે હથિયારથી કર્યો હતો દ.આફ્રિકાનો શિકાર, હવે ઇંગ્લેન્ડ સામે અપનાવશે!

News18 Gujarati
Updated: August 29, 2018, 4:40 PM IST
કોહલીએ જે હથિયારથી કર્યો હતો દ.આફ્રિકાનો શિકાર, હવે ઇંગ્લેન્ડ સામે અપનાવશે!
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ પિચ પર ક્યૂરેટરે વઘારે ઘાસ રાખ્યું છે

  • Share this:
સાઉથહેમ્પટનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ પિચ પર ક્યૂરેટરે વઘારે ઘાસ રાખ્યું છે, જેનાથી એક વાત સ્પષ્ટ છે કે ફાસ્ટ બોલરોને વધારે મદદ મળશે. ભારત ઇંગ્લેન્ડમાં એક મહિનાથી છે પણ તે તેવી પિચ ઉપર રમ્યું નથી જ્યાં આટલું વધારે ઘાસ હોય. ઇંગ્લેન્ડ ભારત પર પ્રેશર બનાવીને શ્રેણી પોતાના નામે કરવા માંગે છે. નોટિંગઘમમાં ત્રીજી ટેસ્ટમાં પરાજય પછી ઇંગ્લેન્ડની ટીમ ગભરાયેલી છે. તે પોતાના ફાસ્ટ બોલરોનો વધારે ઉપયોગ કરવા માટે તૈયાર છે. જોકે ભારતયી ટીમ કોઈપણ પડકારને તેમની ભાષામાં જવાબ આપવા સજ્જ છે. હાલ પાંચ મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે.

ભારત પાસે એવું ફાસ્ટ બોલિંગ આક્રમણ છે જે કોઈપણ હરીફ ટીમને પડકાર આપી શકે છે. મંગળવારે પ્રેક્ટિસ સેશનની વાત કરવામાં આવે તો કોહલીએ ફાસ્ટ બોલર ઉમેશ યાદવ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી સામે લાંબી વાતચીત કરી હતી. ઉમેશને પ્રથમ ટેસ્ટ પછી અંતિમ ઇલેવનમાંથી બહાર કર્યો હતો. જો કોહલી ઉમેશ યાદવને અંતિમ ઇલેવનમાં તક આપશે તો તેનો મતલબ એ થશે કે ટીમ ઇન્ડિયા પાંચ ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરશે.

દક્ષિણ આફ્રિકા સામે આ વર્ષની શરૂઆતમાં જોહાનિસબર્ગમાં કોહલીએ આ રણનિતી અપનાવી હતી અને મોટી જીત મેળવી હતી. તેનો મતલબ એ પણ છે કે અશ્વિન અને જાડેજા બંને સ્પિનરને અંતિમ ઇલેવનમાં સ્થાન મળશે નહીં. જોકે બંને નેટ્સમાં બોલિંગ કરતા જોવા મળ્યા હતા.

અશ્વિન ઈજામાંથી ફિટ થઈ રહ્યો છે. તે પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ અને બેટિંગ કરતો જોવા મળ્યો હતો. હાલ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી કે તે ચોથી ટેસ્ટ માટે ફિટ છે કે નહીં. કોહલી પોતાની કેપ્ટનશિપમાં સાહસી નિર્ણયો લેવા માટે ઓળખાય છે. આવા સમયે હાલ જે સ્થિતિ પિચની જોવા મળી રહી છે તે જોતા કોહલી 5 ફાસ્ટ બોલરો સાથે ઉતરે તો તેમાં અતિશયોક્તિ હશે નહીં.
First published: August 29, 2018, 4:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading